________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
(૧) ચમ :
-- હિંસા વગેરે નિષિદ્ધ કર્મોથી સાધકને કે છે માટે અહિંસા વગેરે યમ કહેવાય છે. આ
(૧) સત્ય, (૨) અહિંસા, (૩) અસ્તેય, (૪) દવા, (૫) આર્જવ (ઋજુતા) (૬) બ્રહ્મચર્ય, (૩) ક્ષમા (૮) વૃતિ(ધીરજ), (૯) પરિમિત આહાર, (૧૦) બાહ્ય-આંતરિક પવિત્રતા એ યમના દસ પ્રકાર છે. યોગ સૂત્રકારઅહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એમ પાંચ યમ દર્શાવે છે. જા. દ. ઉપ. અપરિગ્રહ"ને નિયમમાં સમાવે છે અને "સંતોષ એમ નામ આપે છે. સમયથી અબાધિત એવા આ સાર્વભૌમ મહાવ્રતો છે.” તેમ જણાવી તેનું પાલન સાધક માટે અત્યંત આવશ્યક છે તેમ જણાવે છે. (૧) સત્યઃ
નેત્ર વગેરે દ્વારા જોયેલ, સાંભળેલ, સુંધેલ અથવા અનુભવ દ્વારા જાણેલ વિષયને વાણી દ્વારા વ્યકત કરવો તે સત્ય છે. વાસ્તવમાં તો પરમાત્મા સત્ય સ્વરૂપ છે, તેનાથી ભિન્ન અન્ય કોઈ સત્ય નથી.
છલ, બ્રાન્તિ, પ્રતિપત્તિબન્ધત્વથી રહિત વાણી તેમજ કોઈપણ પ્રાણીને માટે ઘાતક ન બનનારી વાણી જ સત્ય છે.
શ્રી ભાણદેવ સત્ય બાબતે જણાવે છે કે–"સત્યનો અર્થ માત્ર સ્થૂળ ભાષણ જ નથી પણ એનો બહુ ઊંડો અર્થ છે. વિચારણા, આચરણ, માયણ અને હેતુમાં સત્યનું સંનિષ્ઠાથી પાલન આવશ્યક છે. અતિશયોક્તિ, દંભ, ચાલાકી, વિકૃત રજૂઆત આ બધું જ અસત્યાચરણ છે. વાણી, વિચાર અને વર્તનમાં એકતા પણ સત્યાચરણનું અનિવાર્ય અંગ છે. સત્યને માત્ર એના બાહ્યરૂપથી જન જોતાં એની પાછળની ભાવના પણ લક્ષ્યમાં લેવી જોઈએ." "
સત્યથી જ 'બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સત્યકામ જાબાલ સત્ય બોલે છે પરિણામ સ્વરૂપે ગુરુ-શિષ્ય સ્વરૂપે સ્વીકારે છે અને તેને બ્રહ્મ પ્રાપ્તિ થાય છે.
સત્યનું વઘાર્થ પાલન કરવાથી વાણી અમોઘાભાવને પામે છે. એટલે કે તે પુરુષ વચનસિદ્ધિને પામે છે, તે ચિત્તની શુદ્ધિ થવાથી યોગાભ્યાસમાં તે સાધકનો અધિકાર વૃદ્ધિ પામે છે. આ
અંડકો. પણ સત્યનો જ વિજય થાય છે તેમ જણાવી, તે દ્વારા જ આત્માની પ્રાપ્તિ થાય છે તેમ જણાવે છે. • (૨) અહિંસા:
શ્રી જા, દ. ઉપ.માં વેદોકતવિધિ સિવાય મન, વાણી અને શરીર દ્વારા કોઈને હેરાન કરવા કે તેનાં
૮૪
For Private And Personal Use Only