________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજન કર્યું ગણાય. ભાવ વગર ઘણા ઉપચારોથી પરમાત્માનું પૂજન કરવામાં આવે તેના કરતા ભાવ દ્વારા મનરૂપી કમળ જ પરમાત્મા અર્પણ કરવામાં આવે તે શ્રેષ્ઠ છે. ગીતામાં પણ ભગવાને પૂજનમાં ભાવને મહત્ત્વ આપેલ છે. (૧૦) સિદ્ધાન્ત શ્રવણ
આ આત્મા સત્ય, જ્ઞાનરૂપ, સર્વોત્કૃષ્ટ, નિત્ય, અનન્ત અને અંતર્યામી છે. આ સિદ્ધાંતનું વારંવાર શ્રવણ કરી તેને અનુકૂળ વિશ્વાસ કરવો તે સિદ્ધાંત શ્રવણ છે.
સિદ્ધાંત શ્રવણ એટલે સ્વાધ્યાય, વ્યારાભાષ્યમાં તેનો અર્થ મોક્ષ વિષયક શાસ્ત્રોનું અધ્યયન અને જપ દર્શાવેલ છે
પોતાનાં આંતરિક અધ્યયનને પણ સ્વાધ્યાય(સ્વ-અધ્યયન) કહે છે. અંતર્મુખ થઈને પોતાનાં ચિત્તમાં તથા તેમાં રહેલાં વિચારનાં અધ્યયનને પણ સ્વાધ્યાય કહેવાય છે. સ્ત્ર (૩) આસન :
શરીરની જે સ્થિતિથી શરીર સ્થિર રહે અને મનને સુખ પ્રાપ્ત થાય તે સ્થિતિ આસન કહેવાય છે. યોગકલામાં નિપુણ એવા શ્રી આદિનાથે (મહેશ્વરે) ચોરાશી લાખ જાતનાં આસનો કહ્યાં છે, એમ યોગીઓ કહે છે. શ્રી જા. દ. ઉપર નવ આસનો દર્શાવે છે. ધ્યાન બિંદૂપનિષદ્દમાળ જેટલી જીવ જાતિઓ છે તેટલાં આસનો હોય છે, તેમ કહ્યું છે.
યોગદર્શનમાં સુખ અને સ્થિરતાપૂર્વક બેસવાને આસન કહેવામાં આવે છે. આ આસન પ્રયત્નની શિથિલતા તથા આકાશ વગેરેની અનાતામાં ચિત્ત લગાવવાથી સિદ્ધ થાય છે. ૧૦૧
- યોગસૂત્રની આ વ્યાખ્યાને સમજાવતાં શ્રી ભાણદેવ લખે છે કે, આસનના સમ્યક અભ્યાસ દ્વારા સાધક એ અવસ્થાએ પહોંચે છે જ્યાં લાંબા સમય સુધી કષ્ટ કે શ્રમ વિના બંસી શકે છે. આ સિદ્ધિ સુધી પહોંચવાના બે ઉપાય ઉપરોકત સૂત્રમાં આપ્યાં છે. (૧ વગર પ્રયત્ન(પ્રયત્ન શૈથિલ્વે) આસનમાં બેસવાનો અભ્યાસ (૨) અનંત સનાપત્તિ એટલે કે ચિત્તને શરીર પરથી હટાવીને આકાશ જેવી અનંત વસ્તુ પર લગાવવું.
આસનના અભ્યાસથી શરીરમાં જે ચંચળતા અને અસ્થિરતા હોય છે તે દૂર થઈ જાય છે. શરીરમાં જે અસ્થિરતા અને ચંચળતા થાય છે તે શરીરમાં વિશ્વ શક્તિનો સંચાર થાય છે તેને જીરવવાનું બળ તેનામાં નથી હોતું, તેથી તે શક્તિનિરર્થક ક્રિયાઓ દ્વારા વહી જાય છે. આનાથી નિરર્થક વ્યય
For Private And Personal Use Only