________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અટકી જાય છે. શરીરને અસાધારણ તંદુરસ્તી, શક્તિ અને સ્થિતિ સ્થાપકતા પ્રાપ્ત થાય છે. તેમજ પ્રકૃતિની સામાન્ય શારીરિક ફરજો ઉપર પણ હઠયોગી કાબુ મેળવી શકે છે.
(૧) સ્વસ્તિક, (૨) ગોમુખ, (૩) પદ્માસન, (૪) વીર, (૫) સિંહ, (૬) મદ્રાસન, (૭) મુકત, (૮) મયૂર અને (૯) સુખાસન. અહજા, દ, ઉપ.માં દર્શાવેલ નવ આસનોનો પરિશ્ય આપવાનો ઉપક્રમ રાખેલ છે. જે યોગાભ્યાસના પ્રારંભમાં વિશેષ ઉપયોગી અને સરળ છે. (૧) સ્વસ્તિક આસનઃ
બન્ને પગનાં ફણાને સાથળ અને પિંડીની વચ્ચમાં યોગ્ય રીતે રાખી, કંઠ મસ્તક અને દેહને સમાન રેખામાં રાખવા તે સ્વસ્તિક આસન કહેવાય છે. નિત્ય અભ્યાસ કરવાથી આ આસન સિદ્ધ થાય
આ આસન સુસાધ્ય હોવાથી જપ વગેરેમાં ઉપયોગી છે. તે શરીરનું આરોગ્ય જાળવનાર છે.૧૦૬
શ્રી ભાણદેવ આ આસન સરળ રીતે સમજાવતા જણાવે છે કે સર્વ પ્રથમ આસન પર લાંબા પગ કરી બેસો, પછી ડાબા પગને ઢીંચણથી વાળી એડી જમણા સાથળના મૂળ સાથે ગાંઠર્યા. જેમાં ડાબા પગનું તળિયું જમણા સાથળ સાથે જોડાયેલું રહેશે. ત્યારબાદ જમણા પગને ઢીંચણથી વાળીને તે જ પ્રમાણે ડાબા સાથળના મૂળ પાસે ગોઠવો. ડાબા પગનો ફણો જમણા સાથળ અને પીંડીની વચ્ચમાં રહેશે અને જમણા પગનો ફરો ડાબા સાથળ અને પીંડી વચ્ચે રહેશે. ડાબા પગનો ફણો નીચેથી ઉપરની તરફ રહેશે એટલે તેને અંગૂઠો જોઈ શકાશે. જમણા પગનો ફણો ઉપરથી નીચે તરફ રહેશે. એટલું જમણા પગની એડી જોઈ શકાશે. આ ક્રિયા ડાબા-જમણા પગની વારાફરતી કરી શકાય. (ર) ગોમુખ આસનઃ
જમણા પગના ઘૂંટણને ડાબી બાજુ પાછળના ભાગ સુધી લઈ જવો અને ડાબા પગના ઘૂંટણને જમણી બાજુ પાછળના ભાગ સુધી લઈ જવો તે ગોમુખ આસન કહેવાય છે. "
જમણા પગની એડી ડાબી બાજુ અને ડાબા પગની એડી જમણી બાજુ કેડના નીચેના ભાગમાં રાખવી, એટલે પાછળ ગાયના મુખના જેવો આકાર કરીને બેસવું તે ગોમુખ આસન કરૂંવાય છે. આ આન દ્વારા અપાનવાયુ ધ્વગામી થાય છે. પ્રાણવાયુ અધોગામી થાય છે, ચિત્ત શાંત થાય છે.
આ આસનમાં જનનેન્દ્રિય અને અંડકોષ બન્ને પગની વચ્ચે ન દબાઈ તેની કાળજી રાખવી, પરંતુ વનિ સ્થાન બન્ને પગની વચ્ચે દબાશે, આ આસન બ્રહ્મચર્યામાં ઉપયોગી છે, તેથી બ્રહ્મચર્યાસન
૯૩
For Private And Personal Use Only