________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રકારના તપની વાત કરવામાં આવી નથી. તેમ યોગસૂત્રમાં પણ નથી, પરંતુ મનુસ્મૃતિમાં તેનો ઉલ્લેખ છે.”
તપનો અર્થ વ્યાસજીએ દ્વન્દોને સહન કરવા એમ દર્શાવેલ છે. તેઓએ ભૂખ, તરસ વગેરે તપ શરીર તથા મનને અતિ કષ્ટ પ્રાપ્ત ન થાય એટલી માત્રામાં જ કરવા જોઈએ તેમ ક્રિયાયોગની સ્પષ્ટતા કરતાં જણાવેલ છે. કવિ કુલગુરુ કાલિદાસ પણ શરીરને જ ધર્મનું સાધન ગણી શરીરને અતિ કષ્ટ ન થાય તેવી રીતે બ્રહ્મચારી રૂપે રહેલાં શીવજી દ્વારા પાર્વતીને કહે છે - "સંયમી જીવનના ભાગરૂપે અને વિશેષ સંજોગોમાં આવી પડે તે કષ્ટ સ્વસ્થતાથી સહન કરવા તે તપ છે અને સ્વીકાર્ય છે. પણ પોતાના શરીર-મનને અકારણ અને વિવેકવિના કષ્ટો આપવાં તે તપનું સાત્વિક સ્વરૂપ નથી અને તેથી ત્યાજ્ય છે." એમ શ્રી ભાણદેવ જણાવે છે.
“માનસિક, વાણી અને શારીરિક એમ ત્રણ પ્રકારના તપ શ્રી ગુરૂદેવ જણાવે છે. ચિત્તની સ્વસ્થતા, નિષ્કપટતા વગેરે માનસિક તપ છે, સાંભળનારને ભય ન થાય તેવું સત્ય. પ્રિય, મંત્રજપ, વેદાભ્યાસનું વ્યસન વગેરે વાણીનું તપ છે, જ્યારે દેવ, ગુરુ (બ્રહ્મવિદ્યાનો બોધ કરનાર) બ્રાહ્મણને તત્ત્વવેત્તાનું પૂજન, બાહ્યાભંતરની પવિત્રતા, સરળતા અને અહિંસા એ શારીરિક તપ છે -
નિષ્કામભાવે આ તપ કરવામાં આવે તો તે સાત્વિક કહેવાય છે. આ જ બાબત શ્રી સદ્ ભગવદગડતા પણ કહે છે.
યોગસૂત્રમાં પણ તપ આચરણથી અશુદ્ધિનો ક્ષય થાય છે તેમ જણાવ્યું છે. તેથી શરીર અને ઇન્દ્રિયની દઢતા થાય છે અને યોગાભ્યાસમાં આગળ વધી શકાય છે. મંત્રાયણી ઉપ. તપ અને બ્રહ્મચર્યને ખૂબ જ ઉત્તમ ગુણવાન ગણાવે છે, તેમજ શ્રેષ્ઠ શક્તિના સ્તોત્ર માને છે. મુડકો, પણ સત્ય આચરણ અને તપ દ્વારા જ સમ્યકજ્ઞાન મેળવી શકાય છે તેમ કહે છે. ઇન્દ્ર-વિરોચન, સફામ, ઉપકોસલ વગેરે તપ દ્વારા જ વિદ્યા પ્રાપ્ત કરે છે.
કેનો. પણ તપ, દમ અને કર્મમાં જ વેદોની પ્રતિષ્ઠા છે તેમ જણાવી તપ વગેરે આ બ્રાહ્મી વિદ્યાના આધાર છે, તથા સત્ય તેનું આચરણ છે. અર્થાત્ તપ અને સત્ય આચરણ દ્વારા જ આ બ્રાધી વિધાને પ્રાપ્ત કરી શકાય છે.
(ર) સંતોષ %
ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પ્રાપ્ત થાય તેમાં જ સંતોષ અને પ્રસન્નતા રહે તેને જ્ઞાનીજનો સંતાપ કહે
૮૯
For Private And Personal Use Only