________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
યોગ' જ છે તેમ સમજી શકે છે. તેથી જ મહર્ષિ અરવિંદ યુગના હેતુ વિષે જણાવતાં કહે છે કે "યોગના અનુભવો અત્યંત આકર્ષક હોય છે, શરીર, પ્રાણ, મન વિગેરેનો ત્યાગ કર્યા વિના વિશ્વમાં પ્રભુનો
સાક્ષાત્કાર થાય અને વિજ્ઞાન પ્રાપ્ત કરી જીવનમાં તેઓ આવિર્ભાવ થાય એ યોગનો હેતુ છે.'
પે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ સિદ્ધ કરવા માટે જ્ઞાન અને પ્રેમ બન્ને જરૂરી છે. એકલો પ્રેમ આપત્તિજનક બની શકે છે, જ્ઞાન વગરનો પ્રેમ મહાશક્તિ છે પરંતુ સાથે—સાથે ઠોકર પણ ખવડાવે છે. જ્ઞાનના વિકાસને અને ઘણીવાર આત્મસાક્ષાત્કરને રોકે છે. પરંતુ જે પ્રેમ જ્ઞાનમય હોય તે આપણને દોરી જાય છે, તે અનંત તથા નિરપેક્ષ યોગનો સાક્ષાત્કાર કરાવે છે. આવો જ્ઞાનમય દિવ્યપ્રેમ કર્મોમાં વિસંવાદી બનતો નથી; પરંતુ ખાનંદસભર પોતાની જાતનો કર્મમાં આવિર્ભાવકરે છે. તેથી જ ગીતામાં કહ્યું છે કે- "મારા ચૈતન્યના સમગ્ર વિસ્તાર અને તથા મહિમાનું, મારા સ્વરૂપનાં મૌલિક તત્ત્વોનું જ્ઞાન ભક્તિ વડે માનવ મેળવી શકે છે અને જ્યારે તે તત્ત્વતઃ મળે જાણે છે ત્યારે તે મારામાં પ્રવેશ કરે છે."
યોગની પદ્ધતિઓ :
ધ્યાનયોગ, રાજયોગ, અષ્ટાંગયોળ, કર્મયોગ, સાંખ્યયોગ, પ્રણવો, કહયોગ, વગેરે અનેક યોગ પદ્ધતિઓ છે. પરંતુ દરેક પદ્ધતિઓ એકબજાની સહાયક છે, અલગ-અલગ નહીં. બધી પદ્ધતિઓનો એક જ ઉદ્દેશ છે— “પરમતત્ત્વની પ્રાપ્તિ.૯
સામવેદના જાબાલ દર્શન અને યોગચૂડા. ઉપ. એકબીજાના પૂરક છે. બન્નેમાં યોગ વિષયક બાબતો છે; પરંતુ જા. દ. ઉપ.માં યમ-નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન સમાધિ એ આઠ અંગાંની રજૂઆત છે; જ્યારે આ આઠ અંગોની સિદ્ધિ બાદ નાડીશોધન, મુદ્રાચાલન. કુંડલિની જાગરણાદિ બાબત યોગચૂડામણિ ઉપ.માં છે.
મહાપર્વાંગી દત્તાત્રેય સાંકૃતિને અષ્ટાંગ યોગના આઠ અંગ જણાવતાં કહે છે કે– (૧) ધમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (પ) પ્રત્યાહાર, (૬) ધ્યાન, (૭) ધારણા, (૮) સમાધિક જયારે ચોગચૂડા.” ઉપ.માં આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ 19 અંગ દર્શાવેલ છે. મૈત્રા. ઉપ. યોગચૂડા. કરતા તર્ક એ અંગ ગણાવે છે, આસનનો ઉલ્લેખ નથી.
આસનથી રોગ નાશ, પ્રાણાયામથી પાપોનાં ક્ષય, મનનાં વિકાર પ્રત્યાહારથી દૂર થાય છે, ધારણાથી મનમાં ધૈર્ય આવે છે, સમાધિથી અદ્ભુત ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે યોગના વિવિધ અંગોથી શુભ-અશુભ કર્મોનો નારા થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.”
૩
For Private And Personal Use Only