________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
આધીન અને ભાવમાં રહેલું આ સૂક્ષ્મ શરીર તૃણજાલની જેમ ભાવને આધારે અન્ય શરીરમાંથી ગતિ કરે છે અને પુનર્જી મને પામે છે. આ જાતુ ભાવમય છે. તેથી જ ગીતા પણ કહે છે કે- જેવા ભાવ સાથે દેહ છોડે તેવા પુનર્જન્મને પામે છે.
(૧) કારણ—કાર્યવાદ/સત્કાર્યવાદ :
ܚܕܪܐ
છા. ઉપ.માં સાંખ્યના સત્કાર્યવાદના બીજ છે. તેમાં ઉદ્દાલક આરુષ્ટિ પોતાના પુત્રને સમજાવતાં જણાવે છે કે હે સૌમ્ય, “પહેલાં સત્ જ હતું.” આ બાબતને સમજાવવા માટે તે વડનું દૃષ્ટાન્ત આપે છે, વડનાં બીજને લઈ આપવાનું કહે છે, તેને તોડવાનું કહે છે, તેમાંથી નાના બીજ નીકળે છે, તેને તોડવાનું કહે છે, તે તોડતા અત્યંત સૂક્ષ્મ બીજ જે ન જોઈ શકાય તેવા છે, તેથી "કશું જ દેખાતું નથી.” એમ શ્વેતકેતુ કહે છે. આ દેખાતું નથી તેમાંથી જ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, તેમ ઉદાલક જણાવે છે. જે સત્ તત્ત્વ છે, તે ૪ સાંખ્યની અવ્યક્ત સૂક્ષમ પ્રકૃતિ છે, જે અનુભવથી જ સમજી શકાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈશ્વર કૃષ્ણ આ સત્યકાર્યવાદને સમજાવતા જણાવે છે કે "અસતુમાંથી કંઈ ઉત્પન્ન થતું નથી,
કાર્યથી તે તે ઉપાદાનને ગ્રહણ કરે છે, બધાં કાર્યો બધે સંભવતા નથી; શક્તમાંથી જ શક્ય ઉત્પન્ન થાય છું અને કારણના માવ(તાદાત્મ્ય થી કાર્ય સતુ છે."
સાંખ્યની આ મૂળ પ્રકૃતિ ત્રણ ગુણથી વિંટળાયેલી છે. મૈત્રાયણી ઉપ.''જગત્ કારણ તમસ્ અવ્યક્ત હતું, પરંતુ અંતઃ પ્રેરણાથી વિષમતાને પામ્યું અને રજસ્ થયું અને તે રજસૂનો ક્ષોભ ચાલુ રહેવાથી સત્ત્વ થયું અને તે સત્ત્વના ચેતનમય અંશી સંકલ્પ, નિશ્ચય અને અભિમાનવાળા ત્રણરૂપો (મન, બુદ્ધિ, અહંકાર) જાગ્યા.”
છા. ઉપ,' પણ ’આ સર્વના મૂળમાં સત્ હતું તેમ જણાવે છે,
ન. ૬. મહેતાના મત શો.માં "સંસ્કૃતિ" અને "અસંભૂતિ" શબ્દોમાં "વિકૃતિ" અને પ્રકૃતિ" શબ્દો જૂએ છે. તેમ જ શ્વેતાશ્વતરાં.નાં "બ્રહ્મચક્રનાં વર્ણનમાં સાંખ્ય--દર્શનનાં તત્ત્વો તે ચક્રનાં ત્રણ વૃત્તમાં, સોળ છેડામાં પચાસ આરામાં અને વીસ અવાન્તર આરસમાં ગૂંથ્યા જણાય છે."
આન સાંખ્ય--દર્શનના બીજ વંદઉપનિષદમાં રહેલાં છે. આ દર્શન સંખ્યાની ગણતરીનાં કારણે "સાંખ્ય" તરીકે ઓળખાય છે, મહાભારતમાં સંખ્યાની ગણતરીનાં અર્થમાં "સાંખ્ય" શબ્દ પ્રયોજાયો છે.૨૫ સમ્ + રામ્ - ઉપરથી "સાંખ્ય શબ્દ બન્યો છે. તેનો અર્થ પુરુષ-પ્રકૃતિ વિવેક અથવા વિવેક ફાન' પણ થાય છે. જ્યારે શ્રીમદ્દ શંકરાચાર્ય "શુદ્ધ આત્મતત્ત્વનાં વિજ્ઞાનને સાખ્ય કહે છે. તેમજ ડૉ,
90
For Private And Personal Use Only