________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુનો નાદ ઉત્પન્ન થાય તે હૃદયનું તપ છે, તે ઉપર તરફ ગતિ કરી મસ્તકને પ્રાપ્ત કરે છે, તે જ પરમગતિ છે. તેને પ્રાપ્ત કરનાર બ્રહ્મજ્ઞાની આવાગમનમાંથી છૂટે છે.
આત્મરૂપી મુનિએ કિયારહિત, અવિકારી, અકૃતિ રહિત, સ્વયં જ્ઞાનરૂપ થઈ ઈચ્છા પ્રમાણે નિવાસ કરવો.
(૧૩) સાવિત્રી સવિતા અને સાવિત્રી કોણ છે? તે પ્રશ્ન વારંવાર ઉપસ્થિત કરી પછી અગ્નિ સવિતા અને પૃથ્વી સાવિત્રી તે બન્ને સંસારના જન્મદાતા છે તેમ જણાવે છે. વરુણ, વાદળ વર્ગરે સવિતા અને સાવિત્રી છે તેમ જણાવે છે.
સાવિત્રીનાં ત્રણ પાદ ક્રમશઃ (૧) મૂઃ તલ.... (૨) મુવમ....(૩) સ્વ: fો ...... એ પાદને સ્ત્રી-પુરુષ ગૃહસ્થધમનું પાલન કરતાં-કરતાં જાણે છે તે પુનર્જન્મને પામતો નથી,
બલિ અને અતિ બલિ વિદ્યા વિશે જણાવી, ન્યાસ, ધ્યાન વગેરે દર્શાવે છે.
આ બન્ને વિદ્યાને જાણનાર ધન્ય છે, તે સાવિત્રી લોકમાં પહોંચે છે.
(૧૪) રુદ્રાક્ષજાબાલા રુદ્રાક્ષ જાબાલ ઉપનિષદમાં કાલાગ્નિ દ્ધ ભુસુંડીને રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે જણાવે છે. ત્રિપુર નામના રાક્ષસને મારવા માટે, મેં આંખો બંધ કરી ત્યારે એ બંધ આંખોમાંથી જે જલબિંદુઓ પડ્યા તેમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયા. આ રુદ્રાક્ષના દર્શન માત્રથી દસ ગાયોના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી દિવસ તેમજ રાતમાં કરેલાં પાપોને હરી લે છે. જપ વિશેષફલદાયક બને છે. સ્ક્રાક્ષ આંબળા જેવડો હોય તો શ્રેષ્ઠ, બાર સમાન મધ્યમ અને ચણા જેવડો રુદ્રાક્ષ કનિષ્ઠ અધમ છે. સફેદ રુદ્રાક્ષ બ્રાહ્મણ વર્ષ માટે, લાલ ક્ષત્રિય માટે, પળો વૈશ્ય વર્ણ અને કાળા શૂદ્ર વર્ષને ધારણ કરવા માટે યોગ્ય છે. કાંટા વગરનો, છિદ્ર પાડેલો, કીડા વગેરેએ ખાધેલાં એમ છે પ્રકારનાં દ્રાક્ષ ધારણ ન ફરવા. જયારે સ્વયં છિદ્રવાળો, ચીકણાં, મોટા-મોટા રુદ્રાક્ષને રેશમી ધાગામાં ધારણ કરવા શ્રેષ્ઠ છે પરંતુ આ રુદ્રાક્ષ ધારણ કરવામાં એ બાબત ધ્યાનમાં રાખવી કે તે સર્વે એક સરખા અને સૌમ્ય હોવા જોઈએ.
શિખા, ગ્રીવા વગેરે જગ્યાએ કેટલાં–કેટલાં દ્રાક્ષ ધારણ કરવા અને તે ધારણ કરવા સમયે બોલવાનાં મંત્રો જણાવી પંચાક્ષરી મંત્રથી અભિમંત્રિત કરી, અક્ષમાલોપનિષદુમાં દર્શાવેલ પદ્ધતિ અનુસાર પ્રાણ-પ્રતિષ્ઠા વગેરે કરી ધારણ કરવા,
૫૯
For Private And Personal Use Only