________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરે ચૌદ નાડીઓ પ્રમુખ માનવામાં આવે છે, તેમાં સુષમ્યા, પિંગલા અને ઈડા એ શ્રેષ્ઠ છે તેમાં સુપુજ્ઞા સર્વશ્રેષ્ઠ છે. મા સુમુણા નાડી કરોડરજ્જુમાં થઈ મસ્તક સુધી પહોંચે છે.
નામિકંદથી નીચે બે આંગળી કુંડલિની છે જે આઠ પ્રકૃતિથી યુક્ત છે. તે બ્રહ્મરન્દ્રના મુખને પોતાના મુખથી ઢાંકેલું રાખે છે. ત્યારબાદ જુદી-જુદી નાડીઓનાં સ્થાનવર્ણવે છે. આ નાડીઓમાં પ્રાણ, અપાન, બાન, સમાન, ઉદાન, નાગ, કૂર્મ, કુકર, દેવદત્ત અને ધનંજય એ દસ વાયુ, એ પ્રાણવાયુના શરીરમાં જુદાં-જુદાં સ્થાન અને કાર્યોનું વર્ણન કરે છે. ત્યારબાદ દરેક નાડીના દેવતા બતાવવામાં આવ્યા છે. તે પછી જુદી-જુદી સંક્રાન્તિ મને શરીરનાં જુદાં-જુદાં ભાગમાં રહેલાં તીથોનો નિર્દેશ કરે છે. તેમાં અંતે જ્ઞાનયોગમાં તત્પર યોગીઓનું ચરણ-જળ શ્રેષ્ઠ તીર્થરૂપ છે, તેમ જણાવી પરમેશ્વર આ જ દેહમાં બિરાજમાન છે તેને બહાર શોધે છે ને મૂર્ખ છે તેમ જણાવી બ્રહ્મન આનંદમય સ્વરૂપનો નિર્દેશ કરીને આત્મા અને બ્રહ્મ એક જ છે તેમ જણાવે છે.
નાડી શુદ્ધિની પદ્ધતિ, તે શુદ્ધ થતાં સુષ પરમ શુદ્ધ બને છે, તે પંચમ ખંડમાં જણાવી છઠ્ઠા ખંડમાં પ્રાણાયામનાં ક્રમનું વર્ણન કરતાં-કરતાં પૂરક, કુમક અને રેચક ક્રિયાઓ દ્વારા પ્રાણને સંયમિત કરી શકાય છે તેમ જણાવે છે. પ્રાણાયામનાં અભ્યાસ દ્વારા પ્રાણને સંયમિત કરવામાં આવે તો પુરુષને એક વર્ષમાં બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે, તેમ જણાવી પૂરક, કુંભક અને રેચકનું વિસ્તૃત વર્ણન કરે છે. ત્યારબાદ પ્રાણાયમનાવિનિયોગ વિષે કહે છે. પ્રાણાયામ કરવાથી વાતપિત્તથી થતા રોગ તેમજ નેત્રરોગ વગેરે દૂર થાય છે. અંતમાં પ્રાણાયમમાં કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ અવસ્થાને દર્શાવે છે. પ્રાણાયમ કરતી વખતે સ્વેદ ઉત્પન્ન થાય તે કનિષ્ઠ, શરીરમાં કંપન થાય તે મધ્યમ અને શરીર હલકું થઈ ઉપર ઊઠતું લાગે તે ઉત્તમ અવસ્થા છે.
સાતમાં ખંડમાં પ્રત્યાહારની વિવિધ વ્યાખ્યાઓ, તેના અભ્યાસથી પાપ અને જન્મ-મરણરૂપ યાધિઓ નષ્ટ થઈ જાય છે, તેમ જણાવી આઠમાં ખંડમાં પંચ ધારણાઓ વિષે વાત કરે છે. આ ધારણાઓ સમયે ૪, ૫, ૬, 3, સં એ બીજ મંત્રને ક્રમશઃ ઉચ્ચાર કરવો જોઈએ. નવમાં ખંડમાં સત્યસ્વરૂપ પરબ્રહ્મનું આત્મરૂપથી શ્રદ્ધા સહિત ધ્યાન કરવું અને એવી ભાવના કરવી કે હું જ પરમેશ્વર છું. દાનનાં બીજા પ્રકારમાં આનંદસ્વરૂપ પરબ્રહ્મનું ચિંતન કરવું અને બુદ્ધિ વારા એવી ભાવના કરવી કે "પરબ્રહ્મ પરમેશ્વર હું જ છું.”
દશમખંડમાં જગતનાં બંધનને દૂર કરનારી સમાધિનું વર્ણન કરે છે. આ સંપૂર્ણ જગતનું અસ્તિત્વ નથી તેમજ દેહ વગેરેને નહીં માનતા સાક્ષી સ્વરૂપમાં સ્થિત એક માત્ર શિવરુપ પરમાત્મા જ માને છે,
For Private And Personal Use Only