________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
ભુસુંડીના પ્રશ્નના જવાબમાં ફરી એક મુખથી શરૂ કરીને જુદાં-જુદાં મુખવાળા દ્રાક્ષ ધારણ કરવાર્થી શું ફળ પ્રાપ્ત થાય છે તે જણાવી, ચૌદ મુખવાળો રુદ્રાક્ષ ભગવાન દ્ધની આંખોમાંથી ઉત્પન્ન થયેલ છે, તે પરમ આરોગ્ય દાયક છે, તેને ધારણ કરનારે શરાબ, લસણ, પ્યાજ વગેરે ભક્ષણ ન કરવું જોઈએ. આ રુદ્રાક્ષને ગ્રહણના સમયે, તુલા તથા મેષ રાશિનાં સંક્રાન્તિ સમયે, અયન પરિવર્તન સમયે, પૂર્ણિમાં, અમાવાસ્યાનાં સમયે ધારણ કરવામાં આવે તો ઝડપથી પાપમુક્ત થવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રુદ્રાક્ષના મૂળ ભાગને બ્રહ્મા, નાલ(છંદ) ભાગને વિષ્ણુ તેમજ મુખનાં ભાગને રુદ્ર અને તેનાં બિંદુઓ બધા દેવતા કહેવાય છે.
અંતમાં ફરી રુદ્રક્ષ ધારણ કરવાની વિધિ વિશે સનત્કુમાર કાલાગ્નિ રુદ્રને પૂછે છે, તે જ સમયે નિદાઘ, જડ ભરત, દત્તાત્રેય, કાત્યાયન, ભારદ્વાજ, કપિલ, વશિષ્ટ, પિપ્લાદ વગેરે કાલાગ્નિ રુસ્રની ચારે તરફ બેસી ગયા. તે સમયે રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે ફરીથી જણાવતા કહે છે કે રુદ્રનાં નેત્રમાંથી ઉત્પન્ન થયા હોવાથી રુદ્રાક્ષ કહેવાય છે. પ્રલય સમયે સદા શિવ નેત્ર મુકુલિત કરી લે છે, ત્યારે તેમાંથી તે ઉત્પન્ન થાય છે, તે જ રુદ્રાક્ષનું પોતાનું સ્વત્વ છે, તેમ જણાવી રુદ્રાક્ષ એમ માત્ર ઉચ્ચારણથી દસ ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેમ કહી રુદ્રાક્ષને ધારણ કરવાનું ફળ જણાવે છે,
(૧૫) શ્રી જાબાલદર્શન
અષ્ટાંગયોગી અવતારી દત્તાત્રેયજીને તેમનાં શિષ્ય મુનિ સાંકૃતિએ એકાંતમાં એ પ્રમાણે નિવેદન કર્યું કે “મને અષ્ટાંગ યોગ વિશે સવિસ્તર જણાવો જેથી હું તે જાણી જીવન્મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરું." તેનાં નિવેદનનાં પ્રતિભાવમાં યોગનાં આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિનું વર્ણન મહાયોગી દત્તાત્રેયજી કરે છે.
પ્રથમ ખંડમાં યમનાં દસ પ્રફાર સત્ય, અહિંસા, અસ્તેય, દયા, આર્જવ, બ્રહ્મચર્ય, ક્ષમા, ધૃતિ ધીરજ, પરિમિત આહાર, બાહ્ય-આંતરિક પવિત્રતાનું વર્ણન કરે છે. દ્વિતીય ખંડમાં તપ, સંતોષ, દાન, આસ્તિકતા, લજ્જા, મતિ, જપ, વ્રત, ઈશ્વરપૂજા અને સિદ્ધાંતોને સાંભળવા એ વર્ણન કરું છે, એટલું જ નહીં કયાં આસનથી કેવા પ્રકારનાં આરોગ્ય વિષયક અને બ્રહ્મજ્ઞાન વિષયક લાભ પ્રાપ્ત થાય છે, તે જણાવે છે.
ચતુર્થ ખંડમાં મનુષ્ય શરીરનું વર્ણન કરે છે. કન્દસ્થાનના મધ્યભાગને નાભિ કહે છે, તેનાં મધ્યભાગમાં સુષુમ્બ્રા નાડી રહેલી છે. તેની આજુબાજુ બોંતેર હજાર નાડીઓ છે, તેમાં પણ સુષુમ્મા
ro
For Private And Personal Use Only