________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
મારા-તારાની ભ્રાન્તિ ત્યજી દેવા યોગ્ય જ છે, કારણ કે આત્મ તત્ત્વમાં છે એ જ બધામાં છે. તેથી કોઈપણ વસ્તુની ઈચ્છા ન કરવી પરંતુ સહજ રીતે પ્રાપ્ત થાય તેને નિર્લેપ ભાવે ભોગવતાં રહેવું. કારણ કે હે પુત્ર, જેનો આગલાં જન્મ થવાનો હોતો નથી, તેનામાં જ સ્વચ્છ વિદ્યા પ્રવેશે છે. જેના ચિત્તમાં વૈરાગ્યનો સમાવેશ છે, તેમના અનુભવ દ્વારા આ મત વ્યક્ત કરવામાં આવ્યો છે. કારણ કે તેઓ સ્પષ્ટ જણાવે છે કે આત્મા જ પ્રકાશરૂપ છે, તે અમારા હૃદયમાં મહેશ્વરરૂપમાં સ્થિત છે. વ્યક્તિ શાશ્વત આત્માને છોડીને અન્ય વસ્તુ મેળવવામાં પ્રયત્નશીલ છે. પરંતુ વાસ્તવમાં આ ઇન્દ્રિયોરૂપી શત્રુ સબળ હોય કે નિર્બલ તેને વિવેકરૂપી દંડથી વારંવાર મારવા એ જ યોગ્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સંસાર દુઃખરૂપ જ છે, પુત્ર, પત્ની વગેરે રૂપી બંધનમાં રહેનાર દેહ સુખને કેવી રીતે માણી શકે, તેથી આત્માને દૂષિત કરનાર મનને જીતવું અને તે માટે ઊંચનીચની ભેદ દષ્ટિનો રાર્વપ્રથમ ત્યાગ કરીને શેષમાં જ અવસ્થિત રહેવું. જ્ઞાની પુરુષમાં સમતા, નિષ્ક્રિયતા, મમતા વગેરે ગુણો વિધમાન રહે છે. તૃષ્ણારૂપી ઝાળામાં તમે ફસાઈ ગયા છો, માટે જ્ઞાનરૂપી તીક્ષ્ણ શસ્ત્રથી માયાને કાપવાનો પ્રયત્ન કરો. શસ્ત્રથી શસ્ત્રને કાપી શકાય છે તેવી રજૂઆત કરી છે કે; તે જ પ્રમાણે ફરી કહેતા જણાવે છે કે; કુહાડીમાં લાગેલ વૃક્ષ જ વૃક્ષને કાપે છે તેમ મન જ મનને કાપીને પવિત્ર પદમાં અવસ્થિત કરી શકે છે. તેથી ચિત્ત- શૂન્યતાને પ્રાપ્ત કરો. કારણ કે તે જ મોક્ષનો અધિકારી છે. કારણ કે શાંત મન દ્વારા વિચાર કરતાં–કરતાં વાસનાને ત્યાગવી જોઈએ. તમે પણ "આ પદાર્થ મારા નથી અને હું તે પદાર્થોનો કાંઈ નથી." કારણ કે આ પ્રકારની ભાવનાથી જ નિરાલમ્બ અવસ્થામાં સ્થિત થઈ જાઓ, એ જ જીવન્મુક્ત છે; કે જે અહંકારરૂપ વાસનાનો ત્યાગ કરવામાં સમર્થ છે, મુખ્ય ચાર પ્રકારના નિશ્ચયવાળા છે, આ નિશ્ચયોમાંથી પવિત્ર નિશ્ચયોમાં રહેનાર અને આત્મતત્ત્વમાં રત રહેનાર જીવન્મુક્ત છે.
આત્માના નામથી જે ઓળખાય છે તે શૂન્ય જ પ્રકૃતિ, માયા, શિવ, પુરુષ, ઈશાન, નિત્ય અને બ્રહ્મજ્ઞાન છે. માટે હે પુત્ર, અહંકારનો ત્યાગ કરી નિર્મલ મન દ્વારા સ્વચ્છન્દ વિચરણ કરો, કારણ કે રાગ-રહિત અવસ્થા જ બ્રાહ્મી સ્થિતિ કહેવાય છે.
ચિત્ત અને વિષયનો યોગ જ બંધન છે. તેમાંથી છુટકારો પ્રાપ્ત કરવો તે જ મુક્તિ કહેવાય છે. અંતમાં મહોપનિષનાં અધ્યયનનું મહત્ત્વ દર્શાવે છે.
(૧૦) સંન્યાસ
અધ્યાય ૧:
ક્રમશઃ ત્યાગ કરનાર સંન્યાસી કહેવાય છે. માતાપિતા વગેરે બધાનો ક્રમપૂર્વક ત્યાગકરી સંન્યાસ
૧૫
For Private And Personal Use Only