________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેણે સંકલ્પ–જાળને વ્યર્થ કરી દીધી છે તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને તેનું જ ચિત્ત પૂર્ણિમાના ચંદ્રમાની સમાન શોભાને પ્રાપ્ત કરે છે.
"હું બ્રહ્મ છું' તેમ જોનાર જ સત્ય જૂએ છે, એટલું જ નહીં જ્ઞાનીજન રાગ/મોહ વગર કર્તવ્ય-કર્મ કરતા રહે છે. જ્ઞાનીજન ભોગાત્મક ઐશ્વર્યાને આશ્ચર્યથી જૂએ છે, તે દુઃખદાયક ઐશ્વર્યથી છૂટવા માટે તેનો સમજદારીપૂર્વક ઉપભોગ કરતાં-કરતાં મનને પોતાના વશમાં કરી લે છે, જેથી તે અનુકૂળ મન પરમ સિદ્ધને આપનાર બની જાય છે. આ માટે બુદ્ધિને પણ સત્યનો સાક્ષાત્કાર કરવામાં લગાવો, આશાને છે છોડો, કારણ કે સંસારમાં આશા જ અનન્ત દુઃખોને ઉત્પન્ન કરનારી છે. આશા વિશે રજૂઆત ક્યાં બાદ અહંકાર જે બંધન કરનાર છે, તેનો ત્યાગ કરવાની જરૂરિયાત જણાવૈ નિરહંકાર વૃત્તિ ધારણ કરવા જણાવે છે, જે મુક્તિ આપનારી છે.
ભોગેચ્છા બંધનરૂપ છે, ભોગેચ્છાનો ત્યાગ જ મુક્તિ છે. મનનો નાશ જ મનની ઉન્નતિના કારણરૂપ છે. અજ્ઞાનીજન તેનાં બંધનમાં પડ્યા રહે છે. જયારે જ્ઞાનીજન તેનાં બંધનમાં પડતા નથી. તેથી જ ગુરુએ શમ-દમ વગેરે ગુણોથી શિષ્યનાં મનને શુદ્ધ કર્યા બાદ જ બ્રહ્મજ્ઞાન આપવું તે પહેલાં આપવામાં આવે તો તે તેને માટે નરક સમાન બની જાય છે. ભોગેચ્છા નષ્ટ થતાં બુદ્ધિ જાગ્રત થાય છે, સંસાર જે વાસ્તવમાં આભાસ છે, તેનું જ્ઞાન થાય છે,
વિશેષ જણાવતાં કહે છે કે જ્યારે તમારી દષ્ટિ આવરણ રહિત થઈ જશે, ત્યારે મારા ઉપદેશની સાર-અસારતાનું યોગ્ય રીતે જ્ઞાન થઈ શકશે.
શસ્ત્રથી જ શસ્ત્ર છેદી શકાય છે. તેમ અવિધાથી જ અવિદ્યાનો નાશ કરી શકાય છે. તેથી આ બધુ જે દેખાય છે તેને માયા ન માનતા બ્રહ્મ જ માનવું તે જ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. વાસ્તવમાં ભેદ દેખાવો તે જ અવિદ્યા છે માટે ભેદ દૃષ્ટિનો ત્યાગ કરવો એ જ શ્રેયસ્કાર છે.
આગળ વધતા જણાવે છે કે જે પ્રાપ્ત નથી થતું તે અક્ષયપદ છે, તેથી માયાની ઉત્પત્તિ કેના દ્વારા થઈ તેનો વિચાર કરવાનો નથી, પરંતુ તે નાશ કેમ પામે તે જ વિચારવાનું છે. આત્માની ફૂરણા એક ક્ષણ માટે જ થાય છે. જે આત્મ શક્તિને ચલિત કરવામાં દેશ-કાલ અને ક્રિયા શક્તિ અસમર્થ રહે છે, તે આત્મ-શક્તિ જ ઉચ્ચ અનંત પદમાં રહેલી છે. આ આત્મશકિતચિત્ત શકિત જ પરિમિત થઈને - રૂપાભાવનાવાળી થાય છે, તેની સાથે અસંખ્ય-નામ-રૂપવાળી સૃષ્ટિ થાય છે. તેને જે ધારણ કરે છે તે ક્ષેત્રજ્ઞ છે. આ ક્ષેત્રજ્ઞ જ વાસનાઓની કલ્પનાથી અહંકારને ધારણ કરે છેક્ષેત્ર દેહની રચના કરે છે અને સ્વયં રચેલ જાળમાં ફસાઈ જાય છે. તે બ્રહ્મ; કીચડમાં ફસાયેલ હાથીની જેમ મન ચિંતારૂપી અગ્નિમાં
૫૩
For Private And Personal Use Only