________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www. kobatirth.org
આવા પુરુષને શ્રુતિ-સ્મૃતિ વગેરેની જાળમાં પડવાની જરૂર રહેતી નથી. તે આત્મસ્થિત રહીને જ બધુ પ્રાપ્ત કરી લે છે.
પારકાને પોતાના જેવા વાળી સાવંત્મમય વેદનાનો જ્યારે આવિર્ભાવ થાય છે ત્યારે વિશ્વ ચિરૂપાત્મક લાગે છે. આત્મા પોતાનામાં સ્થિર થાય છે. જ્ઞાનીજન આતાને જ પરબ્રહ્મ બનાવે છે. કારણ કે આ સૃષ્ટિ તો "તારા-મારા રૂ૫ ભાવ વાળી છે, વાસ્તવિક નથી અને તે પ્રપંચ(મારા-તારા સ્વરૂપ) શાંત થઈ જવો તે જ મોક્ષ છે.
ચિત્તાકાશ વગેરે ત્રણ પ્રકારના આકાશની ચર્ચા કરીને જણાવે છે કે; સર્વાનન્દમયી સ્થિતિને સમાધિ કહે છે. રાગ-દ્વેષાદિ દોષ નષ્ટ થતાં સમાધિ પ્રાપ્ત થાય છે. સતત અભ્યાસના પરિણામ સ્વરૂપે આત્મામાં રમણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને તે જ મોક્ષ છે; અન્ય બધુ મિથ્યા પ્રપંચ છે, વાસ્તવમાં રાગ-દ્વેષ રૂપી મન જ કલ્પને ક્ષણ અને ક્ષણને કલ્પ બનાવી દે છે. વાસ્તવમાં કશું જ હોતું નથી, મારા વિચારથી (ઋભુ ઋષિ) આ વિશ્વ મનની કલ્પના માત્ર છે.
અશાંત મનવાળાને આત્મબોધ પ્રાપ્ત થતી નથી, જયારે સત્યસ્વરૂપ, આનંદમય બ્રહ્મને પોતાનું જ રૂપ માનનાર પુરુષ ભયભીત થતો નથી. હું જ તે બ્રહ્મ છું." તેવી ભાવના જ મોક્ષ પ્રાપ્તિનું શ્રેષ્ઠ કારણ છે તેમ જણાવી, ચાર્વાક, સાંખ્ય વગેરે મતોની ચર્ચા કરી, મરણધર્મો મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જ અમરત્વને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં કર્મક્ષય થઈ જાય છે અને હૃદય-ગ્રચિઓ સ્વયં ખુલી જાય છે.
ત્રભુઋષિ પુત્રને નિર્વિકાર ભાવથી આત્મ-ચૈતન્યમાં રમતા રહેવાનું જણાવી મનમાં ઉત્પન્ન થતાં વિકારોને શાંત કરવાના ઉપાયો જણાવે છે.
અધ્યાય-૫ :
જ્ઞાન અને અજ્ઞાનની સાત-સાત ભૂમિકાઓ, તેની વચ્ચમાં રહેલી અનેક ભૂમિકાઓ વિશે કહે છે; મનનાં સંકલ્પો શાંત થતાં તેનાથી પર પરા સ્થિતિનું સ્વરૂપ કહે છે. આ ભૂમિકાઓના વર્ણનનો ઉદ્દેશ અનિર્વચનીય, આલમ્બન શૂન્ય બ્રહ્મની પ્રાપ્તિ છે. સર્વ પ્રથમ ચેતન શુન્ય સ્થિતિ છે. પરમાત્મા તત્ત્વમાંથી સર્વ પ્રથમ મનનો જ આવિર્ભાવ થયો છે, તેમનાં સંકલ્પથી સંસારની ઉત્પત્તિ થઈ છે, પરંતુ વાસ્તવમાં આ જગત માયા સ્વરૂપ છે, તેમ જાણી વિરક્ત થઈ, સંશય રહિત બની ફક્ત ચિન્માત્રનું દર્શન કરવુંકરો.
પર
For Private And Personal Use Only