________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. તે શુકદેવજી જાણતા જ હતાં તેથી તે જ્ઞાન શ્રી શુકદેવજીની વિનંતીથી વિસ્તારથી કહેવાની શરૂઆત કરે છે.
આ દશ્યમાન જગન્ ભ્રમ છે એમ જ્ઞાન પ્રાપ્ત થતાં મનની શુદ્ધિ થઈ જાય છે અને નિર્વાણમયી શાંતિ પ્રાપ્ત થાય છે. વાસનાઓની પૂર્ણ સમાપ્તિ થઈ ગઈ હોય છે ત્યાગ ૪ શ્રેષ્ઠ છે અને તે જ મોક્ષ છે. આ જ્ઞાનમય અવસ્થા જ જીવન્મુક્ત અવસ્થા છે. કામક્રોધ વગેરેથી રહિત વ્યક્તિ જીવન્મુક્ત છે. જીવન્મુક્તનાં વર્ણન બાદ વિદેહ મુક્તિ વિશે જણાવે છે. વિદેહ મુક્તની અવસ્થા સતુ-અસતુથી પર હોય છે, તે શિવસ્વરૂપ, જરા રહિત બની જાય છે, તેને દષ્ટા, દશ્ય અને દર્શનમાંથી ફક્ત દર્શનરૂપ જ કહેલ છે. આમ જણાવી જનકરાજા કહે છે કે મનનાં સંકલ્પથી જ જીવ બંધનમાં પડે છે અને ત્યાગથી મોક્ષ પામે છે. તમે તો મુક્ત છો, સ્વયં પરમતત્ત્વમાં સ્થિત છે, માટે શ્રમનો ત્યાગ કરો, શ્રી શુકદેવજી શોકાદિ ભય રહિત થઈ પરતત્ત્વમાં સ્થિત થઈ મેરુ પર્વત ઉપર ચાલ્યા ગયા. ત્યાં હજારો વર્ષ રહીને નિર્વિકલ્પ સમાધિ દ્વારા પરમ શાંતિ પ્રાપ્ત કરી.
અધ્યાય-૩:
તપની ઈચ્છાવાળા નિદાઘ ઋષિ સાડા ત્રણ કરોડ તીર્થોની યાત્રાબાદ પોતાના પિતાને જણાવે છે કે, તીર્થ સ્નાનનાં પુણ્યના ફલસ્વરૂપ મારા મનમાં આ વિચાર ઉત્પન્ન થાય છે કે, આ જગતુ વિશ્વ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ઉત્પન્ન થવા માટે જ નાશ પામે છે, જીવન ક્ષણભંગુર છે, સ્ત્રી-પુત્ર વગેરે વિશે જણાવી, જેને આમ વિવેક પ્રાપ્ત થી થયો તેનું જીવન કષ્ટમય છેકષ્ટનું કારણ છે.
આકાશના ટુકડા–ટુકડા કરવા વગેરે કાર્યો શક્ય છે, પરંતુ જીવનમાં આસ્થા રાખવી મારે માટે શકય નથી તેમ જણાવી જીવનની નિરર્થકતાને વર્ણવે છે. એ જ જીવન શ્રેષ્ઠ છે, જેને લીધે પુનર્જન્મ પ્રાપ્ત ન થાય, અન્યથા તો વૃદ્ધાવસ્થાયુક્ત જીવન ગદર્ભની જેમ ભાર વહન કરવા બરાબર છે. જ્ઞાન બોજારૂપ છે. અશાંત મન બોજારૂપ છે વગેરે જણાવી, મન વ્યગ્રતાને પકડી આમ–તેમ મમ છે, તેથી ચિત્તવૃત્તિનો નિગ્રહ કરવો જોઈએ, જે અત્યંત કઠિન છેપરંતુ તેનાં નિગ્રહનો જ પ્રયત્ન વારંવાર કરવો જોઈએ.
ઉંદરડી વીણા તારને કાપી નાખે છે તેમ તૃષ્ણા શ્રેષ્ઠ ગુણોને દૂર કરી દે છે. તેમ જણાવી મનુષ્ય જીવનને દુઃખમય બનાવનાર તૃણા જ છે. જે તૃષ્ણાનો ત્યાગ કરે છે તેને અત્યંત સુખ પ્રાપ્ત થાય છે.
આ દેહ અત્યંત તુચ્છ છે. ગુણ રહિત અને શોક કરવા યોગ્ય છે, તેમાં અહંકારરૂપી પુ રહે છે.
પd
For Private And Personal Use Only