________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
આ દેહ રકત-મજ્જા વગેરેથી યુક્ત છે, તેમાં સુંદરતા કયાંથી આવી? આ દેહની ત્રણેય અવસ્થા ભય આપનારી છે, મનુષ્ય જે સુખની કામના કરે છે તે સુખ છે કયાં? કાલ બધાને ગળી જાય છે.
૮.
નારી દેહ સુંદર દેખાય છે પરંતુ તેમાં રકત, માંસ, અશ્રુ વગેરે જ રહેલાં છે. આવી નારી સુંદર અને પ્રિય દેખાય છે, પરંતુ વાસ્તવમાં પુરુષને ફસાવવા માટે કામરૂપ શિકારીએ તેની રચના કરી છે. જે નારીને ત્યાગી શકે છે તેણે સંસારનો ત્યાગ કરી દીધો અને સંસારને ત્યાગે છે તે સુખી બને છે, તેમ જણાવી પોતાને તત્ત્વજ્ઞાનાત્મક બોધ પ્રદાન કરવા જણાવે છે.
અધ્યાય-૪ :
પુત્ર નિદાઘના અનુરોધથી પિતા ઋભુ ઋષિ જણાવે છે કે, સંસારમાંથી મુકત થવા માટેના શમ, વિચાર, સંતોષ અને સત્સંગ એ ચાર વાર છે. એટલું જ નહી જગતુના પાશમાંથી મુક્ત થવાની ઈચ્છાવાળાએ તપ, દમ, અધ્યયનવગેરે દ્વારા પ્રજ્ઞાની વૃદ્ધિ કરવી જોઈએ અને આત્મચિંતનમાં નિરંતર પ્રવૃત્તિ રહેવું જોઈએ. કારણ કે ચિત્ત જ સર્વસ્વ છે અને તેથી સાંસારિક કાર્યો કરતાં-કરતાં નિત્ય પ્રબુદ્ધ ચિત્ત દ્વારા આત્માના એકીભાવનું જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરનાર સંસાર સાગરમાંથી મુક્ત બને છે.
આત્મજ્ઞાન વાસનારૂપ પતંગિયાને સળગાવનાર અગ્નિ સમાન છે. વિશ્વમાં એકમાત્ર સત્તા પરતત્ત્વની છે જેની તરફ સંપૂર્ણ વિશ્વ આકર્ષિત થાય છે. આત્મામાં કન અને અકત બને તત્ત્વો રહેલાં છે. કામના રહિત રહેવાથી આત્મા અકતા છે અને સન્નિધિ માત્રથી આમાં કાં છે, એ જ પ્રમાણે બ્રહ્મમાં પણ કતૃત્વ અને અકર્તુત્વ બન્નેની ઉપલબ્ધિ છે. જેમાં આવું આશ્ચર્ય દેખાય તેમનો આશ્રય ગ્રહણ કરીને હું હંમેશાં અકર્તા છું એવી ભાવના કરનાર પરમ અમૃતરૂપ રહેલ સમતાને પ્રાપ્ત ફરે છે.
જે સહજ પ્રાપ્ત થતી વસ્તુથી ચલાવે છે અને ન પ્રાપ્ત થતી વસ્તુની ઈચ્છા રાખતો નથી, તેનામાં મિત્રતા, કરુણા વગેરે ગુણો સહજ રીતે વિભૂષિત થઈ જાય છે. તેણે ગુરુ અને શાસ્ત્રના વચન અનુસાર તેમજ પોતાના અનુભવને આધારે હું બ્રહ્મ છું" એવું જાણી લઈને શોક વગેરેને ત્યાગી દેવા જોઈએ. કારણ કે ફક્ત તીર્થસ્નાન વગેરેમાં નિવાસ કરવા માત્રથી મનુષ્યને લાભ થતો નથી, પરંતુ તે ચિત્માત્રમાં લય પામીને જ પરમપદ પ્રાપ્ત કરી શકે છે.
શાંત મનવાળા પુરુષને તૃષ્ણા, સુખ-દુઃખ વગેરે સૂર્યથી જેમ અંધકાર નાશ પામે તેમ નાશ પામી જાય છે, શાંત મનવાળો પુરુષ જ વિદ્વાનો અને રાજાઓની વચ્ચે બહુમાન પામે છે. એટલું જ નહી
૫૧
For Private And Personal Use Only