________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તિ પામે છે. ગોપીચંદનનાં અભાવમાં તુલસીક્યારાની માટીનું તિલક કરવું, દિવસે ગોપીચંદન અને રાત્રિએ અગ્નિહોત્રમાંથી અને¥મસિ....” એ મંત્રથી ભસ્મ લઈને "રૂ વિષ્ણુ..." એ મંત્રથી મસળવી તેમજ">ffખ પ..." વગેરે મંત્રોથી તથા વિષ્ણુ ગાયત્રી અને જો સાધુ હોય તો પ્રણવથી સંપૂર્ણ શરીરમાં લગાડવી.
આ રીતે ગોપીચંદન અને ભસ્મ ધારણ કરનાર અંતકાળે ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે (મોક્ષ પામે છે) અને ફરીથી જન્મ ધારણ કરતો નથી. વિષ્ણુનાં આ પરમપદનું હૃદયાકાશમાં ધ્યાન કરનાર વિપ્રગણ તેને ધ્યાનમાં પ્રકાશિત કરે છે.
(૯) મહોમહત
અધ્યાય-૧ :
મહો.ની શરૂઆતમાં નારાયણ એકલાં હતા તેમને ઈચ્છા થતાં ધ્યાન ધરી, સાંખ્યશાસ્ત્ર પ્રમાણે તત્ત્વોની ઉત્પત્તિ કરી. તેનાં યોગથી પુરુષનું સર્જન કર્યું અને તેમાં તે વિરાટ પુરુષે પ્રવેશ કર્યો. જયારે કાલરૂપ સંવત્સરમાંથી સંવત્સરની ઉત્પત્તિ થઈ. નારાયણે ફરીથી ધ્યાન કરતાં ત્રણ નેત્રવાળા, ચાર વેદ વગેરેથી યુક્ત ઈશાન(મહાદેવ)ની ઉત્પત્તિ થઈ. નારાયણે ફરીથી ધ્યાન કરતાં લલાટનો પરસેવો સ્વેદ જલમાં પડ્યું. તેમાંથી હિરણ્યમય તેજ અને તેમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીએ ચારેય દિશામાં ચારવેદ વગેરેનું ધ્યાન ધરી, હજારો મસ્તક-નેત્ર વાળા નારાયણનું ધ્યાન કર્યું. ક્ષીરસાગરમાં શયન કરતાં તે જગદીવરનું દર્શન કર્યું અને સંપૂર્ણ વિશ્વનાં જીવનરૂપ છે તે પરમાત્મા હૃદયરૂપી ગુફામાં રહેલ છે, તે અવિનાશ છે તેમજ બ્રહ્મા વગેરે પણ તે જ છે.
અધ્યાય-૨ :
મુનીશ્વર શુકદેવજીને જન્મથી જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેઓએ અત્યંત વિચારીને અનિર્વચનીય આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, જે અણુસ્વરૂપ છે. પ્રકાશાત્મક ચેતન સ્વરૂપ છે તેમ જાણ પોતે સંતુચિ–પરમાનન્દ સ્વરૂપ બ્રહ્મથી ભિન્ન નથી, તેમ જાણી કેવલ્ય અવસ્થાને પ્રાપ્ત કરી. ત્યારબાદ પ્રપંચરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જાણવા માટે પોતાના પિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયન પાસે ગયા. તેઓએ તેમને મિથિલા નરેશ રાજા જનક પાસે મોકલ્યા. મિયેિલા નરેશે તેઓની પરીક્ષા કરી, તેમાં ઉત્તીર્ણ થતાં તેઓને સૃષ્ટિ ઉત્પત્તિનું રહસ્ય જણાવ્યું.
મહારાજ જનક જણાવે છે કે માનસિક સંકલ્પથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે અને વિકલ્પથી નાશ
For Private And Personal Use Only