________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગી છે, તેને સુવર્ણ સમાન પ્રકાશિત, ત્રણ ખૂણાથી યુક્ત વહ્નિાઅગ્નિનું સ્થાન મંઢની નીચે સ્થિત છે. વાં વિશ્વતોમુખ અને પરમજ્યોતિ દેખાઈ છે. યોગાભ્યાસ દ્વારા તેને લેવાથી આવાગમનમાંથી મુક્તિ થાય છે.
સુષુમ્મા વગેરે નાડી, નાભિચક્ર વગેરેનું વર્ણન કરી પ્રાણ, અપાન વગેરે દસ વાયુઓનું સ્થાન અને તેનાં કાર્યો વિશે જણાવે છે. પ્રાણવાયુનું મહત્ત્વ સમજાવી "અજપા ગાયત્રી દ્વારા યોગીઓને મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ કહી, કુંડલિનીમાં ઉત્પન્ન થયેલી ગાયત્રી પ્રાણધારિણી પ્રાણવિદ્યા અને મહાવિદ્યા છે, જે અને જાણે છે તે વેદજ્ઞ છે.
કુંડલિની શક્તિદ્વારા મોક્ષ હારનું ભેદન, મિતાહારનું મહત્ત્વ, મિતાહારી જ યોગના અભ્યાસ દારા કુંડલિની શક્તિને જાગૃત કરી શકે છે, મિતાહારીને માટે જ મહામુદ્રા વગેરે મુક્તિનાં સાધારૂપ હોય
મહામુદ્રા, જાલંધર બંધ વગેરેનું વર્ણન, બિન્દુ વયનું મહત્ત્વ, તેનાં સફેદ શુક્લ) અને લાલ (મહાર૪) એમ બે પ્રકાર છે.
મહામુદ્રા કરવાની પદ્ધતિ, તેનું મહત્ત્વ, તે પરમસિદ્ધિ આપનારી છે, તેથી તેને ગુપ્ત રાખવા જણાવી, "3"નો જપ કરવા કહે છે. નું સ્વરૂપ જણાવી સૃષ્ટિ ઉત્પત્તિ વર્ણવે છે. ત્યારબાદ જાગ્રત વગેરે ચાર અવસ્થાનું વર્ણન કરી તેનાં અધિપતિ વિશે જણાવે છે.
ૐનાં "અ" કાર, "ઉ" કાર અને "મ" કાર એ ત્રણ વર્ણો વગેરે પ્રણવ દ્વારા જ પ્રકાશિત થાય છે, ત્રણેય વર્ણનાં શરીરમાં રહેલાં સ્થાન, તેમાંથી બ્રહ્માદિ સૃષ્ટિની ઉત્પત્તિ વર્ણવી છે. સૃષ્ટિનો લય થતાં અંતમાં પ્રણવ જ સ્થિર રહે છે. પ્રણવને જાણનાર જ વેદવિત કહેવાય છે. પ્રણવ જ અનાહત ધ્વનિ અને ઘંટાની દીર્ઘ નિનાદ સમાન છે, તેનો આગળનો ભાગ જ બ્રહ્મ કહેવાય છે. અગ્રભાગ જ્યોતિર્મય બ્રહ્મનું વર્ણન કરી ભૂલોક, ભુવઃ લોક અને સ્વર્લોક તેમજ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ દેવતા પરમ જ્યોતિ સ્વરૂપ
ની માત્રામાં જ સ્થિત છે તેમ જણાવી ક્રિયા, ઈચ્છા અને જ્ઞાન શક્તિ, બ્રાહ્મી, રીઢી અને વૈષ્ણવી એ ત્રણ માત્રાઓ પરમ જ્યોતિ સ્વરૂપ માં જ સ્થિત છે. તેનો વાણ, જપ વગેરે કરવા કહી, વાયુ અને વાયુનાં નિરોધનું મહત્ત્વ જણાવે છે.
પ્રાણાયામનું મહત્ત્વ, પ્રાણાયામની રીતે દર્શાવી, રેચક, પૂરક, કુંભક એ પ્રણવનું સ્વરૂપ જ છે. તેમ જણાવે છે.
૪૩
For Private And Personal Use Only