________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેલ છે. આ સૂર્યનું તેજ શ્રેષ્ઠ છે. તે જ "" છે. તેનું અમે ધ્યાન કરીએ છીએ, જે અમારી બુદ્ધિને સન્માર્ગ ઉપર પ્રેરે છે, તેનું જ અમે ધ્યાન કરીએ છીએ. “" તે છે તે સૂર્યમાં સ્થાપિત છે. આંખની કીકીમાં પણ તે જ"v" નામથી રહે છે. તેનાં તેજથી જ મુનષ્ય ગતિ કરી શકે છે તે જ આદિત્ય છે, તે જ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. તે આત્મા અવર્ણનીય ઉપમા રહિત છે. તેનાં વિષયમાં શું કહેવું? તે આત્મા જ બધાનો નિયજ્ઞા, પ્રજાપતિ, વિશ્વસૃષ્ટી, તેમ સંકડો પ્રકારે વર્તમાન અને પ્રજાના પ્રાણરૂપ થઈને ઉદય પામે છે.
(૫) મૈત્રેયી
અધ્યાય-૧ :
બૃહદ્રથ રાજા વૈરાગ્ય થતાં પુત્રને રાજય સોપી તપ કરવા જાય છે. કઠોર તપશ્ચયને અંતે આત્મવેત્તા શાકાયન મુનિ આવીને વરદાન માગવા કહે છે. રાજા બૃહદ્રઘ તત્વ ઉપદેશ આપવાનું જણાવે છે, પરંતુ મહર્ષિ શાકાયનાતે કઠિન વિષય છે તેવું જણાવી અન્ય વરદાન માગવા કહે છે, ત્યારે સંસારની નિસ્સારતા વિષે જણાવી તેમનાં ચરણ સ્પર્શ કરી તત્ત્વોપદેશ આપવા જણાવે છે.
શાકાય મુનિ જણાવે છે "મરુત” નામથી પ્રસિદ્ધ છે, તે જ તારો આત્મા છે. ત્યારબાદ આત્માનું સ્વરૂપ સ્પષ્ટ કરી ચિત્ત શાંત થતાં શુભઅશુભ કર્મનાશ પામે છે, તેમ જણાવ ચિત્ત બ્રહ્મમાં આસકત બની જાય તો મુક્તિ સહજ છે. હૃદય કમળમાં રહેલાં બુદ્ધિનાં બધાં કર્મોનાં સાક્ષીરૂપ પરમેશ્વરનું દાન કરવું જોઈએ, આ પરમાત્મા મન અને વાણથી પર છે તેમજ આદિ અંત રહિત છે અને આ જ પરમાત્મા "હું જ છું" એમાં કોઈ શંકા ન રાખવી જોઈએ.
વર્ણ અને આશ્રમ ધર્મમાં રહેવા વાળા મૂઢ લોકો પોતાનાં કર્મોનું ફળ ભોગવે છે જયારે બધાં ધર્મોને છોડીને આત્મામાં જ સ્થિર રહેનાર આંતરિક આનંદથી સંતુષ્ટ રહે છે.
અધ્યાય-૨ :
મહાદેવ ભગવાન મૈત્રેયને જણાવે છે કે આ શરીર જ દેવાલય છે અને તેમાં જીવ જ પરમાત્મા છે. તેથી અજ્ઞાનરૂપ નિમલ્યને છોડીને હું જ પરમાત્મા છું" એમ સમજી તેની પૂજા કરવી. જીવ અને પરમાત્મા વચ્ચે ભેદ ન જોવો, મનના મેલનો ત્યાગ કરી ઇન્દ્રિયોને વશમાં રાખી, બ્રહ્મરૂપી અમૃતનું પાન કરતાં-કરતાં એકલાં જ વનમાં રહેવું.
માતા-પિતાના મળથી બનેલ આ શરીર, અપવિત્ર, નાશિવાન, રોગવાન, વૃદ્ધાવસ્થા વગેરે
૬૫
For Private And Personal Use Only