________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મામાં લીન બને છે ત્યારે તેને અવિનાશી આનંદ પ્રાપ્ત થાય છે અને બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે,
કામના રહિત મન શુદ્ધ અને કામના વર્જુમન અશુદ્ધ છે. મનનો નાશ ન થાવ ત્યાં સુધી જ તેને હૃદયમાં રોકવાનું છે. આ જ જ્ઞાન અને મોક્ષનો સાર છે. સમાધિ દ્વારા જેનો મલ નાશ પામી ગયો છે, આત્મામાં સંયુક્તજડાઈ ગયો છે તે જ ચિત્ત દ્વારા આનંદ પ્રાપ્ત કરી શકે છે. વાસ્તવમાં મનુષ્યનાં બંધન અને મોક્ષનું કારણ મન છે.
મહર્ષિ કૌત્સાયન પરબ્રહ્મની સ્તુતિ કરતાં જણાવે છે કે, બ્રહ્મા, વિષ્ણુ વગેરે તમે જ છો. આદિઅંત રહિત એવા તમને નમસ્કાર. આપ જ સૃષ્ટિના પ્રથમ અંધકારરૂપ છો. તમે જ પરમાત્માથી પ્રેરણા પ્રાપ્ત કરીને ઇન્દ્રિયોના વિષયનાં રૂપમાં બનો છો, આપ જ બહાર અને અંદર છો.
આ જ પરમાત્મા બે પ્રકારનાં છે, આ સૂર્ય બહારનો આત્મા અને પ્રાણ અંતરાત્મા છે. વેદ જણાવે છે કે, આ આત્મા ગતિરૂપ છે. જેનાં જ્ઞાનરૂપી ચક્ષુ ખુલી જાય છે તે અંતરાત્મામાં ગતિ કરે છે. તે ગતિ દ્વારા બહાર પણ ચાલ્યો જાય છે. આ આત્માની ગતિનું અનુમાન કરી શકાય છે. આ સૂર્યની અંદર જે સુવર્ણમય પુરુષ દેખાય છે, જે એમને હિરણ્ય(પ્રકાશ) જેવો દેખાય છે, તે જ હદયકમલમાં રહેલ છે અને તે જ અન્ન ખાય છે. જે અન્ન ખાય છે તે જ આકાશમાં સૂર્યની અગ્નિરૂપે રહે છે. તે જ કાલ" નામ વાળો છે અને અદશ્ય રહીને બધાં જ ભૂતરૂપી અન્નનું ભક્ષણ કરે છે. આકાશ જ કમળ છે તે જ ચાર દિશાઓ અને ઉપદિશાઓમાં રહે છે. તે સર્વથી પર છે. આ પ્રાણ અને આદિત્યની ઉપાસના "3" અક્ષર, વ્યાહૃતિઓ અને ગાયત્રી મંત્ર દ્વારા કરવી જોઈએ.
મૂર્તિ અને અમૂર્ત એમ બ્રહ્મનાં બે સ્વરૂપ છે. મૂર્તિ સ્વરૂપ અસત્ય અને અમૂર્ત સ્વરૂપ સત્ય છે. તે જ બ્રહ્મ છે, જયોતિ છે, આદિત્ય છે, ૐ છે, આત્મા છે, તેણે પોતાના સ્વરૂપને ત્રણ પ્રકારના બનાવ્યાં છે. ૐ ત્રણ માત્રાઓના રૂપમાં છે. તેનું ધ્યાન કરતાં-કરતાં પુરુષે આત્માનું તેની સાથે સંગઠન કરવું જોઈએ. સામવેદનાં એક ભાગમાં ઉગીચ કહેલ છે, તે જ પ્રણવ છે તે જ બધાને ઉપ કરે છે પરંતુ તે નિદ્રા રહિત, મૃત્યુ રહિત છે, તેને પાંચ પ્રકારનો માનવામાં આવે છે, તે હૃદયરૂપી ગુફામાં રહે છે, તેમ જણાવી સારરૂપી વૃક્ષનું વર્ણન કરે છે, તેથી અક્ષરથી જ તેની ઉપાસના કરવી જોઈએ. તેમ જણાવી પર અને અપર બ્રહ્મનું વર્ણન કરે છે. તે જ છે.
પ્રજાપતિએ તપ દ્વારા તેને પૂ, મુવક અને : કહેલ છે. આ પ્રજાપતિનું શરીર સ્થૂળ લોકો દારા બનેલ છે તેમ જણાવી જુદાં-જુદાં અવ્યયોનું વર્ણન કરે છે. આ શરીરમાં રહેલ નેત્રમાં તે જ રૂપે
For Private And Personal Use Only