________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે, બધા પ્રકારનાં કમનો હું કેવી રીતે ત્યાગ કરી શકું, તેનો ઉપદેશ મને કરો. તેનાં જવાબમાં પુત્ર વગેરે. કમશઃ ત્યાગ કરતાં-કરતાં અંતે યજ્ઞોપવીતનો પણ ત્યાગ, તેમજ લૌકિક અગ્નિનો જઠરાગ્નિમાં લય અને વાણીરૂપ અગ્નિમાં ગાયત્રીને સમાવિષ્ટ કરવી. ત્યારબાદ ઝૂંપડીમાં નિવાસ કરી-ઔષધિ સમાન ભોજન ગ્રહણ કરી ત્રણેય સંધ્યા સમયે સ્નાન કરી સમાધિસ્થ થવું, તેમજ વેદ–ઉપ. વગેરેનો સ્વાધ્યાય કરવો.
'પર્વ સર્વપૂર્તઃ' એ મંત્રથી અભિમંત્રિત વાંસનો દંડ તેમજ કૌપીન ધારણ કરવું; તેમજ પ્રયત્નપૂર્વક બ્રહ્મચર્ય, અહિંસા, અપરિગ્રહ અને સત્યનું પાલન કરવું અને પ્રયત્નપૂર્વક તેની રક્ષા કરવી, કામ, ક્રોધ વગેરેનો પૂર્ણ ત્યાગ કરવો. તેમજ વર્ષાઋતુમાં એક સ્થાન ઉપર જ નિવાસ કરવો અને બાકીના સમયમાં ભ્રમણ કરવું. હાથને જ પાત્ર બનાવી " fહં" એ મંત્રનું ત્રણવાર ઉચ્ચારણ કરી ભિક્ષાવૃત્તિ
કરવી.
આ ઉપ.નું જેને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે ભગવાન વિષ્ણુના પરમધામનું જ્ઞાની ઉપાસક હમેશાં દર્શન કરે છે, વિષ્ણુભગવાનનું તે પરમ ધામ કામના શૂન્ય ઉપાસકોને જ હંમેશા પ્રાપ્ત થાય છે.
(૪) મૈત્રાયણી ઈક્વાકુ વંશ બૃહદ્રથ રાજાને શરીરની અનિત્યતાનું જ્ઞાન થતા તે પોતાનાં પુત્રને રાજગાદી સોંપી વનમાં જઈ તપ શરૂ કરે છે. તપ વધતા આત્મવેત્તા મહામુનિ શાકાયન્ન તેની પાસે આવે છે. જે વરદાન માંગવાનું કહે છે ત્યારે તે અન્ય કોઈ વસ્તુ ન માગતા આત્મજ્ઞાન માગે છે. જેની ના પાડતા રાજ બ્રહદ્રથ ચરણ સ્પર્શ કરી હાડકા વગેરેથી બનેલા મલરૂપ અને નાશવંત શરીરથી વિષયભોગ ભોગવવાથી શો લાભ? કારણ કે તેથી જન્મ-મરણના ચક્કરમાં ફસાઈ જવાય છે, તેથી તેમાં મારો ઉદ્ધાર કરો, હું તમારા શરણમાં છું.
મહર્ષિ કહે છે કે, બાહ્ય ઈન્દ્રિયોનાં નિરોધથી આ પ્રાણરૂપ આત્મા યોગ દ્વારા ઉપર જાય છે, તે આત્મા દુઃખવાળો દેખાય છે, તેમ છતાં દુઃખ રહિ છે. તે શરીરમાંથી નીકળી અભયરૂપ, આત્મરૂપ, બ્રહ્મરૂપ એવાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. બ્રહ્મજ્ઞાનનું આગળ વર્ણન કરતાં બ્રહ્મચારી વાલખિલ્ય અને બ્રહ્માજી વચ્ચેના સંવાદને રજૂ કરે છે. બ્રહ્મચારી વાલખિલ્ય બ્રહ્માજીને પૂછે છે કે "આ ગાડારૂપી નિર્જીવ શરીરને ચેતન બનાવનાર અતિન્દ્રીય પદાર્થ કેનાં જેવો છે? ઈચ્છા રહિત છતાં આત્માને પ્રેરનારે કોણ છે?"તે પ્રશ્નોનાં જવાબમાં બ્રહ્માજી જણાવે છે કે, તે વાણથી પર છે, અનંત, અવિનાશી છે, તેનાથી શરીરને ચેતનતા પ્રાપ્ત થાય છે. આ જ આત્મા સૂમ છે, અંશથી શરીરમાં બુદ્ધિ પૂર્વક ક્રિયા કરે છે.
૪૨
For Private And Personal Use Only