________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂમા જ આત્મા છે એમ મનન કરનારને “આત્મરમણ " વગેરે નામોથી ઓળખવામાં આવે છે. તેની સત્ર ગતિ થાય છે તેમ જણાવે છે. ૪૦
અંતિમ ખંડમાં આત્માની અમરતા દર્શાવતા જ્ઞાની મૃત્યુ કે રોગને જોતો નથી તેમ જણાવ; શુદ્ધ આહારથી અંતઃકરણની શુદ્ધિ થાય છે તેમ જણાવે છે. અંતઃકરણની શુદિથી નિશ્ચિત સ્મૃતિની પ્રાપ્તિ * * થાય છે, સ્મૃતિથી અવિધા નાશ પામે છે. અવિધાનો નાશ થતાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. જ
અધ્યાય-૮:
સગુણ બ્રહ્મનાં વર્ણન દારા તે હૃદયરૂપ અંતરાકાશમાં રહે છે, તે બ્રહ્મ જીર્ણ થતું નથી, શરીર જ જીર્ણ થાય છે અને નાશ પામે છે. પુણ્યથી પ્રાપ્ત કરેલ લોક પુણ્ય ક્ષીણ થતાં નાશ પામે છે જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જે મૃત્યુ પામે છે તેને ભોગો ભોગવવાની સ્વતંત્રતા રહે છે."
આત્મા સત્ય સંકલ્પવાળો છે. તે જેવો સંકલ્પ કરે છે તેવો બને છે. આ અવિનાશી આત્માને જે જાણે છે તે હૃદયમાં રહેલાં બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેને જે પ્રાપ્ત કરે છે તેને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી અને ઈચ્છાનુસાર ગતિ પ્રાપ્ત થાય છે."
પિંગલ વગેરે નાડીઓ વિશે જણાવી; સુમોનાડીમાંથી પસાર થઈને મસ્તક દ્વારા જીવ શરીર છેડે ત્યારે તેને અમૃતત્ત્વની પ્રાપ્તિ થાય છે, ઉર્ધ્વગતિની પ્રાપ્તિ થાય છે.પર
આત્મ તત્ત્વને જાણવા માટે દેવરાજ ઇન્દ્ર અને અસુરરાજ વિરોચન પ્રજાપતિ પાસે જાય છે અને તપશ્ચયપૂર્વક રહે છે તે આખ્યાયિકા ઋષિ કહે છે. ૫૭
તેમાં સર્વપ્રથમ શરીર જ બ્રહ્મ છે તેમ જણાવે છે. જે બને સત્ય માની લે છે, પરંતુ શંકા જતાં ઈન્દ્ર પરત આવે છે અને ક્રમશઃ સ્વપ્નમાં વિચરણ કરે છે તે બ્રહ્મ છે, શયન કરેલ, બધી બાજુથી શાંત સ્વપ્ન રહિત આત્મા છે તેમ જણાવે છે, ફરીથી આ શરીરમાં અવિનાશી અને અશરીરી આત્મા નિવાસ કરે છે તે બ્રહ્મ છે, જે હૃદયાકાશમાં રહે છે, તેને જે જાણે છે તેનો પુનર્જન્મ થતો નથી તેમ જણાવી આ વિદ્યા બ્રહ્માએ પ્રજાપતિને અને એ પ્રમાણે ક્રમશઃ મનુએ પ્રજાને આપી. .
આ વિધા જાણનાર ગૃહસ્થ ધર્મનું પાલન કરતાં-કરતાં વિધાદાન દ્વારા, પ્રાણીને પીડા ન આપનાર દેહાન્ત બાદ બ્રહ્મલોકમાં જાય છે.
(૩) આરુણિક
એક સમયે પ્રજાપતિની ઉપાસના કરનાર અણના પુત્ર આરુણિએ ભગવાન બ્રહ્માજીને પૂછયું
૪૧
For Private And Personal Use Only