________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપે છે. વિશેષમાં શરીર જળથી જ ઉત્પન્ન થાય છે તેમ જણાવે છે, એ રીતે ક્રમશઃ મૂળ જણાવતાં અણુરૂપ બ્રહ્મ જ આત્મા છે. હે, શ્વેતકેતુ તે તું જ છે.”
અણુરૂપ આત્મા જ સત્ય છે, ગાય, ભેંસ વગેરે રૂપ જગતુ અસત્ય છે તેમ જણાવે છે. નદીઓનું ઉદાહરણ આપી બધી જ પ્રજાઓ સતુમાંથી ઉત્પન્ન થયેલ છે, પરંતુ તે તે બાબત જાણતા હોતા નથી. હે શ્વેતકેતુ અણુરૂપ આત્માવાળું જગતું અને તું તે જ (આત્મા) છે.*
વૃક્ષ અને વૃક્ષની શાખા દ્વારા સૂક્ષ્મ જીવ મરતો નથી પરંતુ ફક્ત શરીર જ નાશ પામે છે તેમ જણાવે છે કે
બ્રહ્મ જે સૂક્ષ્મ સ્વરૂપે છે, તે અનુભવી શકાય પરંતુ જોઈ ન શકાય તે વટવૃક્ષનું બીજ, નિમક, ગાંધારદેશના આંખે પાટા બાંધેલા પુરુષધારા, મરણાસન વ્યક્તિના ઉદાહરણ દ્વારા સમજાવે છે. આ સતુ તત્ત્વને પ્રાપ્ત કરનારનો પુનર્જન્મ થતો નથી, તે માટે થોરની પરીક્ષાનું ઉદાહરણ આપે છે....
અધ્યાય-૦:
મહર્ષિ નારદ અને સનસ્કુમારનાં સંવાદમાં શરૂઆતમાં નામરૂપ બ્રહ્મની ઉપાસના કરવા સનસ્કુમાર જણાવે છે, પરંતુ ફરી ફરી પૂછતાં વાણી, મન, સંકલ્પ, ચિત્ત, ધ્યાન, વિજ્ઞાન, બલ, અન્ન, જલ, તેજ, આકાશ, સ્મરણ, આશા, પ્રાણ એમ ક્રમશઃ ઉપાસના કરવાનું જણાવી. "પ્રાણ જ શ્રેષ્ઠ છે અને સંપૂર્ણ જગતુ તેમાં જ સ્થિત રહેલ છે" તેમ જણાવે છે. મનુષ્યને જો તેમાં પ્રાણ હોય તો ભાઈ, પિતા માતાના હત્યારો ગણવામાં આવે છે, પરંતુ પ્રાણ ચાલ્યા ગયા બાદ તેને સ્મશાનમાં બાળી નાખે ત્યારે તેને કોઈ હત્યારો ગણતા નથી. આમ પ્રાણ જપિતા વગેરે છે. આ રીતે ચિંતન કરનાર અતિવાદી ગણાય છે."
સત્યને જે વિશેષ રૂપથી જાણે છે, તે સત્ય કથન કરી શકે છે, તે વિજ્ઞાનને જાણી શકે છે, જે મનન કરે છે તે વિશેષ જાણી શકે છે, તેથી મનન જ જાણવા યોગ્ય છે, પરંતુ શ્રદ્ધાથી મનન થઈ શકે છે તેથી શ્રદ્ધાને વિશેષરૂપથી જાણવી જોઈએ, આ શ્રદ્ધાનિષ્ઠા હોય ત્યારે જ શકય બને છે. કૃતિથી શ્રદ્ધા થાય છે, સુખ પ્રાપ્ત થાય ત્યારે કૃતિ થાય છે તેથી સુખ શ્રેષ્ઠ છે. જે 'બૂમ' (નિરતિશય) જાણવા યોગ્ય છે. જ્યાં કોઈ કોઈને જોતું નથી. સાંભળતા નથી, જાણતા નથી તે ભૂમા" છે જે અવિનાશી છે..
નારદજીના પૂછવાથી ભૂમાં પોતાની મહિનામાં સ્થિત છે તેમ જણાવી, આશ્રય રહિત જણાવી ગાય, ઘોડા વગેરે વિભૂતિ કહેવાય છે તેમ જણાવે છે.”
આ ભૂમા” જ સર્વત્ર છે પરંતુ મનુષ્ય અફારને વશ થઈ "હું છું" એવું કથન કરે છે, ત્યારબાદ
૪૦
For Private And Personal Use Only