________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનો જ અંશ બધાં જ પ્રાણીઓમાં જીવાત્મારૂપે રહેલો છે, તે જ આત્માએ પ્રજાને સજી–અચેતન પ્રજા સારી ન લાગતા, તેને ચેતન કરવા તેની અંદર પ્રવેશ કર્યો, તેથી જ પ્રાણ, અપાન વગેરે પાંચ મિંદ થઈ ગયા, તે પાંચ પ્રાણની ગતિ દશાવી જણાવે છે કે જયારે પ્રાણ શરીરની બહાર નીકળવાના થાય ત્યારે કાન ઉપર હાથ મૂકવાથી અવાજ સંભળાતો નથી. ત્યારબાદ શરીરને રથનું રૂપક આપી આત્મા જ તેનો પ્રેરક છે તેમ જણાવે છે. આ આત્મા સ્વતંત્ર છે, પરંતુ શરીરના શુભ-અશુભ કર્મનાં બંધનમાં પડી તે અલગ-અલગ શરીરમાં સંચાર કરે છે. આત્મા વાસ્તવમાં શુદ્ધ છે, પરંતુ ત્રિગુણાત્મક વસ્ત્રથી તેણે પોતાના સ્વરૂપને ઢાંકી રાખેલ છે.
બ્રહ્મચારી વાલખિલ્યનાં "આત્મા શુદ્ધ અને પ્રેરક છે, તો તે શુભ-અશુભ કર્મની નીચે કેમ દબાઈ જાય છે તેનો જવાબ આપતાં બ્રહ્માજી જણાવે છે કે, તે ભૂતાત્મા છે, તે ઊંચી-નીચી થોનિઓને પ્રાપ્ત કરે છે. પંચતન્માત્રા અને પંચ મહાભૂતોના બનેલા શરીરમાં હોવાથી તે ભૂતાત્મા કહેવાય છે તે આ શરીરમાં હોવાથી ભૂતાત્મા કહેવાય છે. તે આ શરીરમાં રહીને અહંકારયુક્ત બની જાય છે અને જન્મ-મરણના ચક્રમાં ફસાઈ જાય છે. કર્તાપણું આ ભૂતાત્માનું જ છે, પરંતુ અંદર રહેલી શુદ્ધ આત્મા તેના પ્રેરે છે. ઇન્દ્રિયો દારાતે કાર્ય કરે છે અને ગુણોના સંસર્ગથી અનેક પ્રકારનો બની જાય છે. ઉદાહરણથી સમજાવતા કહે છે કે, લોખંડના ગોળાને પીટવાથી તેમાં રહેલાં અગ્નિને પીટી શકાતો નથી, તેમ શુદ્ધ આત્મામાં વિકાર થતો નથી, પરંતુ ભૂતાત્માના સંસર્ગથી તેને દોષ લાગે છે.
આ શરીર સ્ત્રી-પુરુષનાં સંયોગથી ઉત્પન્ન થાય છે અને તે મલ-મૂત્ર ખરાબીના જ ખજાનો હોય તેવું લાગે છે. એટલું જ નહીં આ ભૂતાત્મામાં કામ-ક્રોધ વગેરે રોગુણનાં વિકારો પણ ઘણી * માત્રામાં પ્રાપ્ત થાય છે.
બ્રહ્મચારી વાલખિલ્ય ફરીથી પૂછે છે કે, આ ભૂતાત્માને આ બધું છોડીને આત્માનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે? તેના પ્રત્યુત્તર આપતાં બ્રહ્માજી જણાવે છે કે, તેને શુભ-અશુભ કર્મનું ફળ ભોગવવું જ પડે છે. તેને કર્મફળ ભોગવવાના ચક્કરમાં પોતાનું મૂળ સ્વરૂપ યાદ રહેતું નથી. તેની મુક્તિનાં ઉપાય. જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે તેવું ધર્માચરણ છે. ભૂતાત્મા સ્વધર્મનાં આચરણ દ્વારા જ ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે. તપથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી મન વશમાં આવે છે, મન વશમાં આવવાથી આત્માની પ્રાપ્તિ થાય છે અને સંસાર ચક્રમાંથી છૂટકારો પ્રાપ્ત થાય છે.
લાકડી પૂર્ણ થતાં અનિ શાંત થાય છે તેમ વૃત્તિઓ શાંત થતાં ક્રમશઃ ચિત્ત શાંત થાય છે. જેવું ચિા હોય તેવી જ ગતિ પ્રાપ્ત થાય છે. ચિત્ત શાંત ધતાં શુભ-અશુભ કર્મ નાશ પામે છે અને મનુષ્ય
૪૩
For Private And Personal Use Only