________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
# સ્વરૂપ પ્રાણાયામનું વર્ણન કરી ઉત્તમ, મધ્યમ અને અધમ પ્રાણાયામ, આ પ્રાણાયમનાં અભ્યાસ શિવ-સ્વરૂપ ગુરુને નમસ્કાર કરી નાસાગ્ર દૃષ્ટિ રાખીને કરવો જોઈએ. ત્યારબાદ પ્રત્યાહાર અને સમાધિ તેમજ નાદસિદ્ધિ પ્રાપ્ત કરવાની પદ્ધતિ દર્શાવે છે. પ્રાણાયામ દ્વારા ધીરે ધીરે વાયુને વશમાં કરી શકાય છે તેમ જણાવી, ચલું વગેરે ઇન્દ્રિયોને પોત-પોતાનાં વિષયમાં જતી રોકવી એ જ પ્રત્યાહાર છે તેમ કહે છે. મનનાં વિકારોનું શમન કરવું એ જ ઉપનિષદ્ છે તેમ જણાવે છે.
(૮) વાસુદેવ સામવેદનું વૈષ્ણવ ઉપનિષ છે, તેમાં ગોપીચંદનનું મહત્ત્વ અને તેને ધારણ કરવાની વિધિ દર્શાવી છે.
દેવર્ષિ નારદના પ્રશ્નના જવાબમાં ભગવાન વાસુદેવ વિષ્ણધામમાં ઉત્પન્ન થયેલ વિશુચંદન, જેને ભગવાને દારકામાં પ્રતિષ્ઠિત કરેલ છે, તેનું ગોપીઓએ ભગવાનનાં અંગમાં લેપન કર્યું હોવાથી ગોપીચંદન કહેવાય છે. ભગવાનનાં આ અંગનું ચંદન ગોમતી તીર્થમાં, ચક્રતીર્થમાં સ્થિત છે, તેમાં જે ગોમતીચક્ર–ગોમતી-ચક્રશીલાનું પીળું ચંદન જ ચંદન છે, અન્ય શિલાથી લાગેલું પીળું ન હોય તે ગોપી ચંદન નથી,
ગોપીચંદનને પ્રથમ નમસ્કાર કરી હાથમાં ગ્રહણ કરવું, " રે...." એ મંત્ર બોલી જળ પધરાવવું, “famોનું મ....." એ મંત્રથી મસળવું, ત્યારબાદ વેદના' તો દેવ મવા....” અને વિષ્ણુગાયત્રીથી ત્રણવાર અભિમંત્રિત કરવું. ત્યારબાદ દારકા સ્થિત ગોવિન્દનું સ્મરણ કરતાંકરતાં ધારણ કરવું. ગૃહસ્થ, વાનપ્રસ્થ અને બ્રહ્મચારીએ અનામિકાથી અને સંન્યાસીએ તર્જની આંગળીથી ચંદન ધારણ કરવું.
ગોપીચંદનનાં ત્રિપુંડનાં જુદાં-જુદા દેવતા વિશે જણાવી, તેની ત્રણ રેખા, 4, ૩, ૫ (%) સ્વરૂપ છે. સંન્યાસ ઊર્ધ્વપુ ધારણ કરે. તે ઊર્ધ્વપુચ્છની વચ્ચમાં અથવા હૃદયકમળમાં મારું હું બ્રહ્મ જ છું." એવી ભાવના કરતાં કરતાં ધ્યાન કરે. આ રીતે પરબ્રહ્મનું ધ્યાન કરનાર બને છે અને સ્વયંપ્રકાશ રૂપ સાિનંદ સ્વરૂપ જાણે છે, કારણ કે હું વિષ્ણુ જ અનેક સ્વરૂપો ધારણ કરીને જુદાં-જુદાં જંગમોમાં અને ભૂતોમાં રહું છું. લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી અને પ્રાણીઓમાં આત્મરૂપથી રહેલો હું અંત પરમ બ્રહ્મરૂપે છે.
બને ભ્રમરની મધ્યમાં તેમજ હૃદયમાં શ્રીહરિનું ચિંતન કરવું. એ રીતે ધ્યાન કરનાર સાધક નિશ્ચિતપણે પરમતત્ત્વને પામે છે. આ પ્રમાણે નિત્ય ધ્યાન કરનાર અને ગોપીચંદન ધારણ કરનાર
For Private And Personal Use Only