________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
વાળું છે, તેથી તેનો સ્પર્શ કરીને સ્નાન કરવું, જો કે તે ફક્ત બાહ્ય પવિત્રતા છે, પરંતુ વાસ્તવિક પવિત્રતા તો "હું અને મારાનો ત્યાગ કરવાથી થાય છે. પવિત્રતા ચિત્ત શુદ્ધ બનાવે છે, ચિત્ત શુદ્ધિથી વાસનાનો નાશ થાય છે. જ્ઞાન રુપ માટી અને વૈરાગ્યરૂપ જળથી ધોવાથી ચિત્ત પવિત્ર થાય છે. અદ્વૈતની ભાવના રાખી ગુરુના અને શાસ્ત્રના આદેશ અનુસાર ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ અને પોતાના પ્રદેશથી દૂર જઈ રહેવું જોઈએ. એટલું જ નહીં, અહંકારરૂપ પુત્ર વગેરેને છોડી દેવા જોઈએ.
ગુરુના ઉપદેશ દ્વારા નિશ્ચિય થાય તે ભાવના જ એકાંત સ્વરૂપ છે, મઠ અથવા વનના મધ્યભાગમાં એકાંત નથી, જે સંશય રહિત છે તે જ મુક્ત છે, જે સંશયવાળો છે તે અનેક જન્મોમાં પણ મુક્ત થતો નથી. કર્મોને છોડવા એ સંન્યાસ નથી પરંતુ સમાધિમાં જીવ અને પરમાત્માની એકતાનું જ્ઞાન થવું એ જ ! સંન્યાસ કહેવાય છે. બધી જ ઈચ્છાઓ અને દેહની મમતાને છોડી દે છે, તેને જ સંન્યાસનો અધિકાર છે. જો ઈચ્છા ન હોય અને સંન્યાસ ગ્રહણ કરે તો ચોક્કસપણે પતન થાય છે.
તત્ત્વ વિચાર ઉત્તમ છે, શાસ્ત્ર વિચાર મધ્યમ, મંત્રોની સાધના અધમ અને તીર્થાટન અધમથી પણ અધમ છે. વાસ્તવિક અનુભવ વગર મુર્ખ વ્યક્તિ બ્રહ્માનંદ પામવાની વ્યર્થ કલ્પના કરે છે. વિદ્યા વગેરેમાં મોટા હોવા છતાં જો તે માયાના પ્રભાવને કારણે હું રૂપ આત્માને જાણતો નથી, તો તે કાગડાની સમાન પેટ ભરવા માટે જ અહીયાં-ત્યાં ભટકતો રહે છે.
પથ્થર વગેરેની મૂર્તિની પૂજાથી મોક્ષ પ્રાપ્ત થતી નથી, પરંતુ હૃદયમાં આત્માની પૂજાથી મોક્ષ થાય છે, તેથી બધાં સંકલ્પો શાંત થઈ ગયા હોય અને જાગૃતિ તેમજ નિદ્રા પણ દૂર થઈ ગઈ હોય તેવી પથ્થર સમાન અવસ્થા જ ચરમ સ્વરૂપાવરથા છે.
૬) વજાસૂચિકા ચિત સદાનંદરૂપ અને બુદ્ધિના સાક્ષી રૂપ બ્રહ્મને નમસ્કાર કરીને આ વસૂચિંક.નું પ્રવચન કરું છું, તેમ ઋપિ જણાવે છે. આ પ્રવચન અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાનને પ્રાપ્ત કરાવનારું છે. વેદમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ષ કહેવામાં આવેલ છે અને સ્મૃતિ પણ તેને રામર્થન આપે છે. અહીં પ્રશ્ન એ છે કે આ બ્રાહ્મણ કોણ છે? તે જીવ છે ? દેહ છે ? અથવા જાતિ છે? જ્ઞાન છે ? કર્મ છે? કે ધાર્મિકતા છે? પરંતુ તે સર્વ નથી તેમ ગર્ષિ જણાવીને દ્વતભાવથી રહિત, જાતિ, ગુણ અને ક્રિયાથી રહિત, છ ભાવ, શમ–દમ વગેરે દોષ રહિત તેમજ સત્ય, જ્ઞાન અને આનંદસ્વરૂપ જે છે તે બ્રાહ્મણ તે બ્રહ્મ.
(૪) યોગચૂડામણિ યોગના આસન વગેરે છ અંગ, આધાર(મૂલાધાર) ચક્ર, મણિપુર ચક્ર વગેરેને જે જાણે છે તે
- ૪૬
For Private And Personal Use Only