________________
૪૪
અર્થ વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.
सुद्धो सुद्धादेसो णादव्वो परमभावदरिसीहिं। ववहारदेसिदा पुण जे दु अपरमे द्विदा भावे ॥१२॥ દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨. અર્થ : જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણજ્ઞાન-ચારિત્રવાન થઈગયા તેમને તો શુદ્ધ (આત્મા)નો
ઉપદેશ (આજ્ઞા) કરનાર શુદ્ધનય જાણવા યોગ્ય છે; વળી જે જીવો અપરમભાવે - અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ - સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે.
भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च। आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ॥१३॥ ભૂતાઈથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને
આસરવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. ૧૩. અર્થ ભૂતાર્થનયથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વ સમ્યકત્વ છે.
जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं। अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि ॥१४॥ અબદ્ધસ્પષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪. અર્થ જે નય આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત - એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને, હે શિષ્ય! તું શુદ્ધન, જાણ.
जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं। अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ॥१५॥ અબદ્ધપૂટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.