________________
૪૩ ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને;
ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭. અર્થ જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન - એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે; નિશ્ચયર્થ જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી; જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.
जह ण वि सकमणज्जो अणज्जभासं विणा दु गाहेहूँ। तह ववहारेण विणा परमत्थुवदेसणमसकं ॥८॥ ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮. અર્થ : જેમ અનાર્ય (પ્લેચ્છ)જનને અનાર્યભાષા વિના કાંઇ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી.
जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा॥९॥ जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा। णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा॥१०॥ जुम्मं ॥ શ્રતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે. ૯. શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે:
સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦. અર્થ જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે તેને
લોકને પ્રગટ જાણનારા ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે; જે જીવ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનદેવો શ્રુતકેવળી કહે છે, કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે તેથી (તે જીવી શ્રુતકેવળી છે.
ववहारोऽभूदत्यो भूदत्यो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो ॥११॥ વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધન્ય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧.