________________
૪૨
એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ૩.
અર્થ ઃ એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધેય સુંદર છે તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા વિસંવાદ-વિરોધ કરનારી છે.
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥ ४ ॥ શ્રુત-પરિચિત-અનુભૂત સર્વને કામભોગબંધનની કથા; પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪.
અર્થ : સર્વ લોકન કામભોગસંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમ આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી તેથી એક તે સુલભ નથી.
तं यत्तविहत्तं दाहं अप्पणो सविहवेण । जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं ॥ ५ ॥
દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી; દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના દિ. ૫.
અર્થ : તે એકત્વવિભક્ત આત્માને હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું; જો હું દેખાડું તો પ્રમાણ (સ્વીકાર) કરવું અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું.
ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो । एवं भांति सुद्धं णादो जो सो दु सो चेव ॥ ६॥
નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીત ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬.
ΟΥ
અર્થ :જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી, -એ રીતે એને શુદ્ધ કહે છે; વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઇ નથી.
ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं । णविणाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो ॥ ७॥