________________
પ્રકરણ ૬
શ્રી સમયસાર
श्री परमात्मने नमः। શ્રીમદ્ ભગવત્યુકુંદાચાર્યદેવ પ્રણીત
સમયસાર ગાથા
પૂર્વરંગ
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं॥१॥ ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળીભાષિત આ સમયપ્રાકૃત અહો! ૧. અર્થ આચાર્ય કહે છે: હું ધ્રુવ, અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ એવા સર્વ સિદ્ધોને નમસ્કાર કરી, અહો ! શ્રુતકેવળીઓએ કહેલા આ સમયસાર નામના પ્રાભૂતને કહીશ.
जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण। पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ॥२॥ જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો;
સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશ પરસમય જીવ જાણવો. ૨. અર્થ હે ભવ્ય! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ; અને જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય જાણ.
एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे। बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि॥३॥