________________
૩૯ થવું એ એના પરિણામ છે. નિશ્ચયનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક, દર્શક, શ્રદ્ધાન કરવાવાળો કહેવામાં નથી આવતો કારણ કે નિશ્ચયનયથી પરદ્રવ્યનો આત્માની સાથે કોઈ સંબંધ નથી પણ વ્યવહારથી ઉપરના બધા જ કથન કરવામાં આવે છે કારણ કે પરદ્રવ્ય અને આત્માને નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે.
આત્માના અજ્ઞાનમય પરિણામરૂપ રાગ-દ્વેષ-મોહ હોવાથી આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રગુણોનો ઘાત થાય છે, પરંતુ ગુણોના ઘાત હોવા છતાં પણ અચેતન પુદ્ગલદ્રવ્યનો ઘાત નથી થતો અને પુદ્ગલદ્રવ્યના ઘાત થવાથી દર્શન-જ્ઞાન-ચારિત્રાદિનો ઘાત નથી થતો. આ પ્રમાણે જીવનો કોઇ પણ ગુણ પુદ્ગલદ્રવ્યમાં નથી, એવું જાણતો થકો સમ્યગ્દષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ નથી હોતા.
રાગ-દ્વેષ-મોહ પુદ્ગલદ્રવ્યમાં નથી, એ જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, જ્યારે અજ્ઞાનનો અભાવ થઈ જાય છે અર્થાત્ આત્મા સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે રાગ-દ્વેષાદિ ઉત્પન્ન નથી થતાં.
આ પ્રમાણે રાગ-દ્વેષ-મોહન તો પુદ્ગલમાં છે, ન તો સમ્યગ્દષ્ટિના છે. શુદ્ધ દ્રવ્યદષ્ટિથી જોતાં તે છે જ નહિ અને પર્યાયદષ્ટિથી જોતાં એ જીવની અજ્ઞાન અવસ્થામાં છે.
પદ્રવ્ય જીવને રાગાદિ ઉત્પન્ન નથી કરાવી શકતા, કારણ કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યના ગુણોની ઉત્પત્તિ નથી કરી શકાતી. સર્વ દ્રવ્ય પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, એટલે આત્માના રાગાદિ પરિણામ આત્માના જ અશુદ્ધ પરિણામ છે, અન્ય દ્રવ્ય તો એમાં નિમિત્ત માત્ર જ છે
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ પુગલદ્રવ્યના ગુણ છે. એ સ્વયં આત્માને નથી કહેતા કે “તું” અમને જાણ અને આત્મા પણ પોતાના સ્થાનથી ચુત થઈને એમને ગ્રહણ કરવાને માટે એમની તરફ નથી જતો. જેવી રીતે શબ્દાદિ સમીપ ન હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આ પ્રમાણે પોતાના સ્વરૂપમાં જ જાણવાવાળા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમિત થતા શબ્દાદિક જરા પણ વિકાર નથી કરતા, આ વસ્તુસ્વભાવ છે, તેથી જીવ શબ્દને સાંભળીને, રૂપને જોઈને, ગંધને સૂંઘીને, રસનો આસ્વાદ લઈને, સ્પર્શને અડીને, ગુણ-દ્રવ્યોને જાણીને એમને સારાનરસા માને છે - આ જ અજ્ઞાન છે.
ભૂતકાળના દોષોનો ત્યાગ પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં કર્મ બંધાય એવા દોષોનો ત્યાગ પ્રત્યાખ્યાન છે, વર્તમાનના દોષોનો પરિહાર આલોચના છે. આ ત્રણેમાં પ્રવર્તતો આત્મા ચારિત્ર છે. નિશ્ચયથી જે આત્મા પોતાને ત્રિકાળ કર્મોથી ભિન્ન જાણે છે, શ્રદ્ધા કરે છે, અનુભવ કરે છે એ આત્મા સ્વયં જ પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, આલોચના છે. આ પ્રમાણે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-આલોચના સ્વરૂપ આત્માનો નિરંતર અનુભવ જ નિશ્ચય ચારિત્ર છે.
નિશ્ચય ચારિત્ર જ જ્ઞાન ચેતના (જ્ઞાનનો અનુભવ) છે. અજ્ઞાન ચેતના બે પ્રકારની છે, કર્મ ચેતના અને કર્મફળ ચેતના.
જ્યારે જીવ કર્મ અને કર્મફળને નિજરૂપ કરતો થકો, ‘કર્મફળને મેં કર્યું ઇત્યાદિ પ્રકાર કે કર્તુત્વની માન્યતાથી સુખી-દુઃખી થાય છે, ત્યારે તે દુઃખના હેતુભૂત આઠ પ્રકારના કર્મોથી બંધાય છે.