________________
39 ગુણ-પર્યાયોથી અનન્ય હોય છે. એટલે જીવ અને અજીવના જે પરિણામ થાય છે, એ પરિણામ જીવ અને અજીવથી અનન્ય છે. આ કારણથી જ આત્મા પોતાના ગુણ-પર્યાયોનો કર્તા છે, કર્મોનો કર્તા નથી. કર્મનો કર્તા પુદ્ગલદ્રવ્ય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિરૂપ પરિણમન પુગલદ્રવ્યમાં જ થાય છે. આ પ્રકારે રાગાદિનો કર્તા આત્મા જ છે, પરદ્રવ્ય નહિ; કારણ કે રાગાદિરૂપ પરિણમન આત્મા જ કરે છે.
બધા દ્રવ્યોના પરિણામ ભિન્ન ભિન્ન છે. એટલે બધા દ્રવ્ય પોતપોતાના પરિણામોના કર્તા છે એટલે એ પરિણામ એ દ્રવ્યોના જ કર્મ છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યનો કોઈ પણ દ્રવ્ય સાથે કર્તા-કર્મ સંબંધ નથી. એટલે જીવ-અજીવ પણ પોતાના પરિણામોના જ કર્તા છે એટલે એ પરિણામ એમના કર્મ છે. આ પ્રમાણે નિશ્ચયથી આત્માના એ કર્મોની પ્રકૃત્તિઓના કર્તા-કર્મ ભાવનો અભાવ છે, તથાપિ અજ્ઞાની અજ્ઞાનના કારણે પોતાને પરનો કર્તા માને છે. એટલે બંધને પ્રાપ્ત થતા કર્મોને કરતો અને કર્મફળને ભોગવે છે, જ્યારે જ્ઞાની ભેદજ્ઞાનના બળથી એને માત્ર જાણે છે, કરતો અથવા ભોગવતો નથી. એટલે વૈરાગ્યને પ્રાપ્ત જ્ઞાનીને અકારક અને અવેદક કહેવામાં આવે છે.
આત્માના કર્તુત્વના સ્પષ્ટરૂપથી ખંડન કરતા આચાર્ય કહે છે કે આત્માને કર્તા માનવાવાળા મુનિ થઈને પણ લૌકિકજનની સમાન જ છે, કારણ કે લોક ઈશ્વરને કર્તા માને છે અને એ મુનિઓએ આત્માને કર્તા માન્યો છે. એટલે બન્ને માન્યતા એક સરખી છે. આ પ્રમાણે કર્તુત્વની માન્યતાથી મુક્ત લૌકિક જન અને મુનિ બેઉની મુક્તિ સંભવ નથી.
- મિથ્યાત્વ ભાવનો કર્તા નિશ્ચયથી કોણ છે? એનો વિચાર કરતા આચાર્ય કહે છે (૧) જો મિથ્યાત્વ નામની પુગલદ્રવ્યમય મોહકર્મની પ્રકૃત્તિ જ આત્માને મિથ્યાદષ્ટિ બનાવે છે તો અચેતન પ્રકૃત્તિ મિથ્યાત્વભાવની કર્તા થઈ ગઈ, એટલે મિથ્યાત્વ ભાવ અચેતન થયો. (૨) અથવા એમ માનવામાં આવે જીવ જ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને કરે છે તો પછી પુદ્ગલદ્રવ્ય જ મિદષ્ટિ સિદ્ધ થશે, જીવનહિ. (૩) જો એમ માનવામાં આવે કે જીવ અને પ્રકૃત્તિ બન્ને જ પુગલદ્રવ્યને મિથ્યાત્વરૂપ કરે છે તો એના ફળને પણ બન્નેને ભોગવવું પડશે. (૪) અથવા જો એમ માનવામાં આવે કે પુદ્ગલ દ્રવ્યને મિથ્યાત્વભાવરૂપ ન તો પ્રકૃત્તિ જ કરે છે ન જીવ, તો પુદ્ગલદ્રવ્ય સ્વભાવથી જ મિથ્યાત્વરૂપ સિદ્ધ થશે, પરંતુ એવું તો થતું નથી. એટલે સિદ્ધ છે કે જીવમાં મિથ્યાત્વ ભાવનો કર્તા જીવ જ છે અને તેના જ નિમિત્તથી પુદ્ગલ પરમાણુ પિંડમાં મિથ્યાત્વ કર્મરૂપ બનવાની શક્તિ આવી જાય છે.
- હવે પછીની ગાથાઓમાં કર્મ જ કર્મનો કર્તા છે, આત્મા તો અકારક છે એનું વિવેચન કરતાં આચાર્ય કહે છે કે જો જીવ કર્મો દ્વારા જ જ્ઞાની-અજ્ઞાની કરવામાં આવે છે, સુવડાવવામાં-જગાડવામાં આવે છે, દુઃખી-સુખી થાય છે, મિથ્યાત્વી-અસંયમી થાય છે, ઊર્ધ્વ, અધો, મધ્યલોકમાં ભ્રમણ કરે છે અને કાંઈ પણ શુભાશુભ જે થઇ રહ્યું છે, એ બધું કર્મો દ્વારા જ થઇ રહ્યું છે, કર્મો જ હર્તા-કર્તા છે તો જીવ અકારક સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે પુરુષવેદ સ્ત્રીનો અભિલાષી છે, સ્ત્રીવેદ પુરુષનો અભિલાષી છે તો તમારા મનમાં કોઈ પણ અબ્રહ્મચારી ન હોવો જોઈએ કારણ કે કર્મો જ કર્મોને ઇચ્છે છે - એવું શાસ્ત્રમાં