________________
અધકર્મ (જે પાપકર્મથી આહાર ઉત્પન્ન થાય છે) અને ઉદ્દેશિક (જો આહાર ગ્રહણ કરવાવાળાના ઉદેશ્યથી બનાવવામાં આવ્યું હોય) નિત્ય અચેતન અને પુદ્ગલકર્મના દોષ છે, એટલે હું (જ્ઞાની) એનો કર્તા નથી
આ પ્રમાણે આચાર્યે આ અધિકારના અંતમાં પરદ્રવ્ય અને આત્માનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવીને નિમિત્તનો આશ્રય છોડાવીને સ્વભાવભૂત આત્માનો આશ્રય કરવાની પ્રેરણા આપી છે. ૮. મોક્ષ અધિકાર:
અનાદિ કાળથી આ જીવ કર્મબંધનથી બંધાયેલો છે. આ બંધન પ્રકૃત્તિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગને જાણવાથી અથવા તો કર્મનો વિચારમાત્ર કરવાથી નથી છૂટતો, પરંતુ જ્યારે બંધનબદ્ધ પુરુષ બંધોનો સ્વભાવ અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે વિરક્ત થઈને રાગાદિને દૂર કરીને બંધોનો છેદ કરે છે, ત્યારે કર્મોથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે.
જીવ અને બંધના સ્વભાવને જાણીને જીવ નિશ્ચિત કરે છે કે બંધ છેદવા યોગ્ય છે અને શુદ્ધાત્મા ગ્રહણ કરવા યોગ્ય છે.
શુદ્ધાત્માનું ગ્રહણ પ્રજ્ઞા દ્વારા થાય છે. પ્રજ્ઞા દ્વારા આત્મા નિશ્ચિત કરે છે કે હું એક છું, ચેતન છું, જ્ઞાતા-દષ્ટા છું, અન્ય બીજા ભાવ મારાથી ભિન્ન છે. આ પ્રમાણે જ્ઞાની સમસ્ત પરભાવોને પર જાણતો થકો, પરવ્યને પોતાના માનવારૂપ અપરાધથી રહિત થઈને પોતાને એકમાત્ર શુદ્ધ જાણતો થકો, હું નહિ બંધાઇશ” એ પ્રમાણે બંધન પ્રતિ નિઃશંક થઈને ફરે છે અને જે શુદ્ધાત્મા છે તે હું જ છું એવું જાણતો થકો આરાધનાથી યુક્ત રહે છે.
સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત, આરાધિત - આ બધા નિરપરાધ દશાના સૂચક પર્યાયવાચી શબ્દ છે, એટલે જે આત્મા અપધત રાધ અર્થાત્ નિરપરાધ દશાથી રહિત છે એ આત્મા અપરાધ' છે. અપરાધી આત્મા નિઃશંક નથી હોતો, પરંતુ નિરપરાધ જ નિઃશંક હોય છે.
પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગહ અને શુદ્ધિ એ આઠ પ્રકારના વિષકુંભ છે, કારણ કે એમાં કર્તુત્વની બુદ્ધિ સંભવિત છે અને અપ્રતિક્રમણ, અપ્રતિશરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ એ અમૃતકુંભ છે. કારણ કે એમાં કર્તુત્વનો નિષેધ છે, એટલે બંધ નથી થતો. નિશ્ચયની મુખ્યતાથી આ કથન છે, વ્યવહારનયની પ્રધાનતાથી આનાથી
વિરુદ્ધ સમજવું. ૯. સર્વવિશુદ્ધ અધિકાર :
નવ તત્ત્વોનો ભૂતાઈનયની મુખ્યતાથી વ્યાખ્યાન કરવા ઉપરાંત હવે આ અધિકારમાં મુક્તિમાર્ગના આધારભૂત સર્વવિશુદ્ધ જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે.
આત્મા પરદ્રવ્યના કર્તુત્વથી રહિત છે - એના સમર્થનમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના