________________
૪૨
કલામૃત ભાગ-૫
નથી. કેમકે એ એના નથી. આહા..હા...! આવી જવાબદારીઓ છે.
કેવો છે જીવ ? ‘(વત્ ૫ ઞયં ો: વતં ખ્રિસ્તો સ્વયં વ ભોયંતિ)’ ‘વ’ ‘કારણ કે...’ ‘(I: સર્વ ભો:)' આ..હા...! ‘(E:)' ‘અસ્તિરૂપ છે જે ચૈતન્યલોક...' ‘(E:)' (અર્થાત્) આ પ્રત્યક્ષ. ‘(મયં)’ આ જે લોક. અંદર આત્માનું જે ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી (છે), આનંદસ્વરૂપ આત્માનું ત્રિકાળી (સ્વરૂપ) એ અસ્તિરૂપ છે જે ચૈતન્યલોક...' એ ચૈતન્યલોક અસ્તિ વિદ્યમાન છે. આહા..હા...! ધર્મની દૃષ્ટિમાં અસ્તિત્વ – હયાતીવાળો ચૈતન્યલોક તેની દૃષ્ટિમાં છે. આહા..હા...! આ ધર્મ આવો છે ! આ (અજ્ઞાનીઓ) તો કહે, દયા પાળો, વ્રત પાળો અને અપવાસ કરો (એટલે) થઈ ગયો ધર્મ ! એ તો બધા અજ્ઞાન છે. એ રાગની ક્રિયા છે એને ધર્મ માને ! આહા..હા...!
સ્વભાવ
અંદર ભગવાનઆત્મા...! જિનેન્દ્રદેવ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વરે જે આત્મા કહ્યો એ આત્મા તો અંદર પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ અને પૂર્ણ સુખનો સાગર છે ! આહા..હા...! એની જેને દૃષ્ટિ અને એની સત્તાનો સ્વીકાર થયો, પૂર્ણાનંદના નાથની જે સત્તા (છે) એનો જેને દૃષ્ટિમાં સ્વીકાર થયો તેને વર્તમાનમાં પણ અતીન્દ્રિય આનંદના અંશનો સ્વાદ – આસ્વાદ આવે ત્યારે એણે પૂર્ણ અસ્તિત્વને શ્રદ્યું – માન્યું એમ કહેવાય. આહા....હા...! પૂર્ણ જે હયાતી – અસ્તિત્વ પૂર્ણ છે એને એણે માન્યું ક્યારે કહેવાય ? આહા...હા....! કે, એમાંથી અતીન્દ્રિય આનંદનો અંશે સ્વાદ આવે ત્યારે (માન્યું કહેવાય). ભગવાનઆત્માનું સ્વરૂપ ત્રિકાળ જ્ઞાન અને આનંદ છે. એ એની હયાતીમાં છે. એ આત્માની મોજૂદગી – હયાતીમાં (છે). અનંત જ્ઞાન અને અનંત આનંદ એની હયાતીમાં છે. એ કહ્યું ને ? ‘અસ્તિરૂપ છે...' આ..હા..હા...! આવી વ્યાખ્યા સાંભળી ન હોય એમાં શું કહેતા હશે (એમ કોઈને લાગે). આ તે વીતરાગનો માર્ગ હશે ? બાપુ ! તને ખબર નથી.
જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ એવા હયાતીવાળા તત્ત્વને માનનારાને સમિકતી કહે છે. આહા..હા...! એ પૂર્ણાનંદથી ભરેલો ભગવાનઆત્મા છે. મૃગલાની ડૂંટીમાં – નાભીમાં કસ્તુરી (છે). મૃગની ડૂંટીમાં – નાભીમાં કસ્તુરી ! એની કસ્તુરીની એને ખબર નથી. એમ આ ભગવાનઆત્મા ! એના સ્વભાવમાં અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય (રહેલાં છે). આહા..હા...! એવી અનંતી શક્તિનું એકરૂપ અરૂપી તત્ત્વ ! (આ ભગવાનઆત્મા !)
એ પ્રત્યક્ષ આત્મા ‘(ઞયં તો:)’ આવો આત્મા ! ચૈતન્યલોક ! આ..હા..હા...! લોકની વ્યાખ્યા કરી. ઈ ચૈતન્યલોક છે. એમાં એકલો આનંદ અને જ્ઞાન જ જણાય એવો એ લોક છે. આહા..હા...! અરે...! કોઈ દિ' એને નિજ સ્વરૂપનો મહિમા આવ્યો નથી. આ બહારની ધૂળની ને કાં પુણ્ય-પાપના ભાવની મહિમા (આવી છે). આ બહારની ભૂતાવળ – આ પૈસા ને મકાન ને બધું મસાણના હાડકાંની ફાસફૂસ (–ફોસ્ફરસ) છે. આહા..હા...!
=