Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ નસાર ઈછે અને અનિષ્ટ પુલોને ગ્રહણ કરવા અને ત્યાગ કરવા રૂપ વિકલ્પ મોહથી ઉત્પન્ન થએલે છે. તેથી પુદ્ગલમાં આસક્ત થએલે, મેહની પરિણતિથી પુદ્ગલેને અનુભવ કરનાર અને સ્વસ્વરૂપને નહિ જાણવાથી તેમાં મૂઢ થયેલ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે મેહને ત્યાગ કરો એજ હિતકારક છે એ સંબંધે કહ્યું છે કે - "आया नाणसहावी दंसणसीलो विसुद्धसुहरूवो। जो संसारे भमई एसो दोसो खु मोहस्स // जो उ अमुत्ति अकत्ता असंग-निम्मल सहावपरिणामी / सो कम्मकवयबद्धो दीणो सो मोहवसगचे // ही दुक्खं आयभवं मोहमप्पाणमेव धंसेह / जस्सुदए पियभावं सुद्धं सम्बं पि नो सरह // " “જ્ઞાનસ્વભાવવાળે, દર્શનસ્વભાવવાળે અને વિશુદ્ધ સુખ રૂપ આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે તે મોહને દોષ છે. જે અમૂર્ત, અકર્તા, સંગરહિત, નિર્મલ અને સ્વભાવથી પરિણામી આત્મા છે તે કર્મરૂપ કવચથી બંધાએલે, દીન અને મેહની પરવશતાથી દુઃખી થયેલ છે. આત્માથી ઉત્પન્ન થએલે મેહ આત્માને જ પરાલવ કરે છે એજ દુઃખ છે. જેના ઉદયથી આત્મા પોતાના સંપૂર્ણ શુદ્ધસ્વભાવનું પણું સ્મરણ કરતે નથી” માટે એ પ્રમાણે મેહની ચેષ્ટા જાણુને તેને ત્યાગ કરવા યોગ્ય છે. એ બાબત અહીં જણાવે છે. આત્માના