Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર નાર છે. ચારિત્રધર્મ રાજા એ મન્ચને જાપ દઈ ભવ્ય પ્રાણીઓના મેહને નાશ કરે છે. સ્થિરતા એ મેહના ત્યાગથી થાય છે અને આત્માના પરિણામની ચપલતા મોહના ઉદયથી થાય છે. મેહનો ઉદય એ તવના નિશ્ચયરૂપ સમ્યગ્દર્શન અને સ્વરૂપને વિશે રમણતા કરવારૂપ ચારિત્રને રેકે છે. અને તેથી - પશમવાળો જીવ ચેતના અને વર્યાદિ ગુણોનો વિપર્યાસ, પરરમણતા અને સંતાપાદિ રૂપે પરિણમે છે. તેથી જ ચપલતા-અસ્થિરતા થાય છે અને મેહના ઉદયનું નિવારણ કરવાથી સ્થિરતા થાય છે. તેથી અહીં મેહત્યાગાષ્ટકની વ્યાખ્યા કરવામાં આવી છે–તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય વડે-મદિરાપાન વગેરેથી મૂઢતાનો પરિણામ, અથવા દ્રવ્યથી-ધન અને સ્વજનાદિના વિયેગથી મેહ, અથવા દ્રવ્યને વિશે-શરીર અને પરિગ્રહાદિને વિશે મેહ તે દ્રવ્યમેહ. અથવા ગવૈયા વગેરેના મેહત્પાદક સંગીતાદિને વિશે મેહ તે પણ દ્રવ્યહ છે. અથવા દ્રવ્યમેહ આગમ અને નોઆગમથી બે પ્રકારે છે. મેહ પદના અર્થને જાણવા છતાં તેને વિશે ઉપયોગ રહિત તે આગમથી દ્રવ્યમેહ અને મેહિ પદના અર્થને જાણનાર જીવરહિત શરીરાદિ તે નોઆગમથી દ્રવ્ય મેહ રાગની પેઠે જાણો. ભાવથી મહ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. સર્વ પાપસ્થાનના કારણભૂત દ્રવ્યને 1 મેહનીય કર્મને પરમાણુઓને સમૂહ એ પણ દ્રવ્યમેહ છે અને તે ભાવમોહનું કારણ છે.