________________
ખંડ ૧ લે
ચલાવી શકતો. પરંતુ માનવીનાં હૈયાને એકલી સોંઘવારી જ પ્રફુલ્લ રાખી શકે છે? સુખી બનાવી શકે છે? ઉન્નત કરી શકે છે? ના ! એની પ્રફુલ્લિતતાને, એના સુખને, એની ઉન્નતિને આધાર એની માનસિક વૃત્તિ ઉપર અવલંબે છે. એના આત્માના સંસ્કાર ઉપર અવલંબે છે.
માનવજીવનમાં આજે ઘણો આડંબર વધી ગયો છે. બહારની ટાપટીપને અંગે એને જરૂર ઉપરાંતના બીજા ખર્ચ કરવા પડે છે.
ખોટા ચળકાટ – અને ભપકાથી આજને માનવી અંજાઈ જાય છે અને જેમ દીવાની પાછળ પતંગ પોતાની જિંદગી કુરબાન કરે છે તેમ માનવીઓ એવા બેટા ચળકાટની પાછળ ખુવાર થાય છે. વાસ્તવમાં પશ્ચિમના જડવાદે માનવીના મન ઉપર મજબૂત કાબુ મેળવ્યો છે. આજ માનવીએ પોતાની માનવતા ગુમાવી છે – ધર્મ ગુમાવ્યો છે-કમ ગુમાવ્યાં છે. વાસનાઓની ઈદ્રજાળમાં એ એવો ફસાઈ ગયો છે કે એની શાંતિએના ચિત્તની પ્રસન્નતા એના આત્માની ઉન્નતિ એ કયાંય મેળવી શકતો નથી. અમૃતનાં તો દર્શન પણ કરી શકતો નથી અને પરિણામે ઝેરને અમૃત માની એનું પાન કરી પોતાના વિનાશને એ નોતરે છે. - તે જમાને સાદાઈને હતા. જીવનના દરેક ક્ષેત્રમાં સાદાઈ જ પ્રવર્તતી હતી. શિક્ષણ પણ આજના જેવું આબરી અને ખર્ચાળ ન હતું. છતાં એની પાછળ વિદ્યાર્થીના ઉત્કર્ષનું ધ્યેય હતું. શિક્ષકોમાં પોતાના ગુરુધર્મનું ભાન હતું–સેવાની વૃત્તિ હતી-ક્તવ્યપરાયણતા હતી.
આજના શિક્ષણ પાછળ કોઈ નિશ્ચિત ધ્યેય નથી. આજની કેળવણી લેડ મેકોલેના કહેવા મુજબ “ગુલામો” પેદા કરવાની કેળવણી છે. અને તેથી આજનું શિક્ષણ ગુલામી, સ્વછંદતા, નિરંકુશતા આદિ વૃત્તિઓ જન્માવે છે.