________________
૧૪
ખંડ ૧ લે
અમથાલાલ જાણે સાર્વજનિક મિલ્કત બની ગયા હતા. જે કોઈને સલાહ સૂચનાની જરૂર પડતી તે અમથાલાલ પાસે દોડી આવતું ને અમથાલાલ પર પકારના કાર્યમાં કેટલીક વખત એવા રચ્યાપચ્યા રહેતા કે પિતાનું કાર્ય પણ વીસરી જતા; છતાં પોતાના પુત્ર પ્રત્યેની પોતાની જવાબદારીનું ભાન એમના હૈયામાં સતત જાગ્રત રહેતું.
અને આજથી સાઠ વર્ષ પહેલાંના શિક્ષણની પરિસ્થિતિ કલ્પી શકે છે ? તે જમાનામાં લાકડાની પાટી ઉપર ધૂળ નાખીને એક મોટા કત્તાથી અક્ષરો ઘુંટવાની પ્રણાલિકા ઘણે ખરે સ્થળે ચાલુ હતી. માત્ર ખાસ ખાસ સ્થળે નિશાળો બોલાઈ હતી. સાઠંબાને સારે નસીબે એક નિશાળ ત્યાં શરૂ થઈ હતી. એમાં સાઠંબા તેમજ આસપાસના ગામના વિદ્યાથીઓ શિક્ષણ લેવા આવતા. ત્યાં ગુજરાતી સાત ચોપડીઓ ભણાવવામાં આવતી. એક હેડમાસ્તર અને એક આસીસ્ટંટ માસ્તર એવા બે શિક્ષકેથી તાલુકા શાળા ચાલતી હતી.
એ જમાનાની વાત આજે કરીએ તે હસવું આવે. ગુજરાતી શાળાના મુખ્ય શિક્ષક (Head master) ને માસિક પગાર બાર કે તેર રૂપિયાનો, સહશિક્ષક ( assistant) નો માસિક પગાર પાંચ રૂપિયા અને વડાનિશાળિયાને પગાર મહિને આઠ આના.
પંદર વર્ષની વય સુધી તો બહેચરદાસને સાઠંબામાં જ રહેવું
પડેલું.
સાઠંબામાં એ ગુજરાતી છ ધોરણ ભણતા હતા. એમની બુધ્ધિથી પ્રસન્ન થઈ શિક્ષકે એમને વડાનિશાળિયા – Moniter તરીકે નિમેલા. અને કોક વખત એમણે વડાનિશાળિયા હોવા છતાં શિક્ષક તરીકેની કામગીરી પણ બજાવેલી. શાળામાં વડાનિશાળિયા તરીકે એમને