________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૨૭
પ્રભુ આત્મા છે. અત્યંત ગંભીર છે અર્થાત્ એની શક્તિની ઊંડપનો પાર નથી, અપરિમિત શક્તિના સમૂહથી ભરેલો છે. સંખ્યાએ શક્તિઓ અનંત છે અને એકેક શક્તિનો સ્વભાવ પણ અનંત છે.
આવા અનંત સ્વભાવથી ભરેલા અનંત મહિમાવંત પોતાના આત્માને જાણે નહિ અને આ પરની દયા કરે તે આત્મા અને દાન આપે તે આત્મા એમ ખોટી માન્યતા કરી કરીને પ્રભુ! તું અનંતકાળથી સંસારમાં આથડે છે. અહીં કહે છે-ભગવાન! જેનો દેખવા-જાણવાનો બેહદ સ્વભાવ છે એવા દેખનારાને દેખ અને જાણનારાને જાણ. તેથી તારું અવિચળ કલ્યાણ થશે.
(૫-૩૯૧) (૮૦) અહાહા...આત્મા પોતે સામાન્ય છે તે વિશેષને સ્પર્શતું નથી. આ વિશેષ તે કોણ? કે શુભાશુભ ભાવરહિત નિર્મળ નિર્વિકલ્પ પ્રતીતિ, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ શાંતિચારિત્ર જેને શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે તેને દ્રવ્યસામાન્ય સ્પર્શતું નથી. (૬-૪૯)
(૮૧)
-ભગવાન! તને ખબર નથી. તું શિવનગરીનો રાજા અનંતગુણની ખાણ પ્રભુ ચૈતન્યરત્નાકર છો. એમાં એકાગ્ર થતાં એક એક ગુણની અનંત નિર્મળ પર્યાયો નીકળે એવી તારી ચીજ છે. આવાં અનંત ગુણ-રત્નોથી ભરેલો પ્રભુ તું આત્મા છો. હવે બે સરખાઈની બીડી પીવે ત્યારે તો ભાઈ સાહેબને પાયખાનામાં દસ્ત ઊતરે, આવાં જેનાં અપલક્ષણ એને કહીએ કે તું ચૈતન્યરત્નાકર છો તે એને ગળે કેમ ઊતરે? અરે ! શુભભાવની આદત પડી ગઈ છે તેને પોતે ચૈતન્યરત્નાકર છે એ કેમ બેસે ?
(૬–૭૬) (૮૨). આત્મા ચૈતન્યમહાપ્રભુ ચિદાનંદની ગાંઠ છે. જેમ રત્નની ગઠડી હોય અને ખોલે તો રત્ન નીકળે તેમ જ્ઞાનાનંદરત્નની ગાંઠ પ્રભુ આત્માને ખોલે એટલે રાગનું એકત્વ છોડીને સ્વભાવમાં એકત્વ કરે તો તે ખુલી જતાં એમાંથી જ્ઞાન અને આનંદ પ્રગટ થાય છે. આ જ્ઞાનાનંદના સ્વાદને અજ્ઞાની જાણતો નથી. દયા, દાન, ભક્તિ આદિ કષાયભાવમાં લીન કષાયી જીવો અકષાયસ્વભાવી જ્ઞાનાનંદસ્વરૂપના સ્વાદને કેમ જાણે?
(૬-૮૧)
(૮૩).
અનંત જ્ઞાન, દર્શન અને આનંદનો નાથ જે ભગવાન આત્મા છે તેની સેવા - ઉપાસના-પ્રાપ્તિ અનાદિકાલીન અણઅભ્યાસને લીધે દોહ્યલી છે. દેવો પણ સિવાય સમ્યગ્દર્શન અંતરસ્થિરતા કરી શકતા નથી. જોકે પોતે સદાય સસ્વરૂપે અંતરમાં વિરાજમાન છે અને અંતર્મુખ થઈ એકાકારરૂપે-ચિદાકારપણે પરિણમતાં એની પ્રાપ્તિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com