________________
પરિચછેદ.
દેવસ્તુત્યધિકાર. હે જિનપતિ, મેં અવિદ્યમાન, અગોચર, અદષ્ટ એવા મનવાંછિત પૂરનારા કામધેનુ, કલ્પવૃક્ષ, તથા ચિંતામણિ, રત ચિત્રાવેલી પારસમણિ, રસકૂપિકા ઈત્યાદિ પદાર્થોની પ્રાપ્તિમાટે વ્યર્થ પીડાકારક ચિતા કરી, પણ હે નાથ, પ્રત્યક્ષ, શીધ્ર સુખને આપનારે આપને ભાખેલે સત્ય જૈનધર્મ કરવાની લેશ પણ કાળજી ન કરી, મારી મૂઢતા તે જુએ? ૧૯.
દેખાવમાં અમૃત પરિણામમાં ઝેર. सद्भोगलीला न च रोगकीला, धनागमो नो निधनागमश्च । दारा न कारा नरकस्य चित्ते, व्यचिन्ति नित्यम्मयकाधमेन ॥ २० ॥
હે નાથ, મેં અધમે નિરંતર ખાનપાનાદિ ઉત્તમ વિષયોનું ચિંતવન કર્યું, પરંતુ તેની આસક્તિથી બંધાતા મહા ચીકણાં કર્મો અને તેથી ઉત્પન્ન થતા લેહના ખીલા ભેંકાયા સમાન અતિ દારૂણ ગરૂપી વિપાકેનો તે વિચારજ ન કર્યો, વળી મેં ધનની આવકમાટે બહુ તરફડીયા માર્યા, પણ માથે કાળ તાકી રહેલ છે, તેને પણ ભય ન આયે, વળી સુંદર રમણીઓના રમણ વિલાસનું ચિંતવન કર્યું, પણ તેના દારૂણ વિપાકરૂપ નરકાદિક દુઃખની પ્રાપ્તિને ખ્યાલજ ન કર્યો. ૨૦.
ફરથી દૂર થવાને લીધે પશ્ચાત્તાપ.
उपेन्द्रवज्रा. સ્થિત લાવોદિ સાપુરા, પાત્ર થોડતા कृतम तीर्थोद्धरणादिकृत्यं, मया मुधा हारितमेव जन्म ॥ २१ ॥
હે નાથ, સદાચરણે કરીને મેં સાધુ પુરૂષ એટલે ઉત્તમ વતનવાળા સંત, સજ્જન પુરૂષના હૃદયને વિષે વાસ ન કર્યો, અર્થાત, તેઓને પ્રિય ન થયે; વળી હે સ્વામી, મેં ભલાઈ, પોપકાર, પરજીવનું ભલું કરવું, તેરૂપ કાર્ય કરીને યશ સંપાદન ન કર્યો, તેમ હે પ્રભુ, જીર્ણોદ્ધાર, તીર્થોદ્ધાર, સિદાતા ધર્મક્ષેત્રને ઉદ્ધાર ઇત્યાદિ રૂડાં ધર્મકાર્યો પણ ન કર્યાં. હે ભગવંત, હું તે મારે ભવ વ્યર્થ જ હારી ગયે. ૨૧
સંસારમાંથી મુક્ત ન થવાનું કારણ
૩૫નાતિ (૨૨ થી ર૪). वैराग्यरङ्गो न गुरूदितेषु, न दुर्जनानां वचनेषु शान्तिः । नाध्यात्मलेशो ममकोऽपि देव, तार्यः कथङ्कारमयं भवाब्धिः ॥ २२ ॥