________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાનો ઉપદેશ આપ્યો. હે મહાનુભાવો. તમે પણ તીર્થંકરભાષિત ધર્મનો સ્વીકાર કરો અને સાચા ભાવથી એનું પાલન કરો.”
સાધ્વીજીના ઉપદેશની ધારી અસર મહારાજા અમરસેન, સાર્થવાહ બંધુદેવ ઉપર અને તેના પરિવાર ઉપર થઈ. બંધુદેવે કહ્યું: “હે ભગવતી, આપે જે ફરમાવ્યું, તે જ પ્રમાણે હકીકત બનેલી છે. આપનું કથન સંપૂર્ણ સાચું છે... હવે અમે ચારે, ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને, ચારિત્રધર્મનો સ્વીકાર કરીશું.'
મહારાજા અમરસેને કહ્યું: “હે ઉપકારિણી ભગવતી, આપે આજે અમારી આંખો ખોલી નાખી... સંસારમાં જીવે કરેલી નજીવી ભૂલનો પણ કેવો ઘેરો પ્રત્યાઘાત આવે છે.. જીવને કેવાં કેવાં દુઃખો સહેવાં પડે છે. આજે ઘણું ઘણું સમજાયું. મારું મન ગૃહવાસથી વિરક્ત બન્યું છે. હું પણ ગૃહવાસનો ત્યાગ કરવા ઈચ્છું છું. રાજ્યભાર યુવરાજ હરિપેણને સોંપીને, હું ચારિત્ર અંગીકાર કરીશ. મારી આપને વિનંતી છે કે અમે ચારિત્ર અંગીકાર કરીએ ત્યાં સુધી આપ અહીં જ ચંપાનગરીમાં સ્થિરતા કરો.”
તરત જ શ્રીમતી અને કાત્તિમતીએ ઊભાં થઈને કહ્યું :
'હા, અમારે આપના જ શરણે આવવાનું છે. અમને લઈને જ આપે અહીંથી વિહાર કરવાનો છે.!” - સાધ્વીજી ગુણશ્રીએ ચંપામાં રોકાવાની અનુમતિ આપી. સહુ પોતપોતાના સ્થાને ગયાં.
૦ ૦ ૦. એક બાજુ જિનાલયોમાં આઠ દિવસના ભવ્ય મહોત્સવ શરૂ થયા. બીજી બાજુ દીન-અનાથ-અપંગ જીવોને દાન શરૂ થઈ ગયું. સમગ્ર નગરમાં જાણ થઈ ગઈ કે મહારાજા અમરસેન અને મહારાણી જયસુંદરી દીક્ષા લે છે. સાથે સાથે સાર્થવાહ બંધુદેવ અને સાગર, પોતપોતાની પત્નીઓ સાથે ચારિત્ર લે છે. નગરમાં સહુ ત્યાગધર્મની અનુમોદના કરવા લાગ્યા.
0 0 0 મહારાજા અમરસેને રાણી જયસુંદરીને પોતાની ભાવના કહી ત્યારે રાણીએ કહ્યું: ‘જો તમે ચારિત્રમાર્ગે જશો તો હું પણ તમારી સાથે જ ચારિત્ર લઈશ. પરંતુ પછી કુમારસેનને કોણ સાચવશે?”
જો તમને પુત્રસ્નેહ હોય તો સંસારમાં જ રહેવું ઉચિત છે...'
પુત્રસ્નેહ હોવો સ્વાભાવિક છે. પરંતુ એ સ્નેહ હું તોડી શકીશ. પણ હું તો એના ભવિષ્યની વાત કરું છું. એના યોગક્ષેમની જવાબદારી..”
યુવરાજ હરિષણ એની જવાબદારી સંભાળશે. હું જાણું છું. મારા કરતાંય
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૩
For Private And Personal Use Only