________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સંસારમાં કંઈ જ અસંભાવ્ય બનતું નથી. તું મનમાં શોક કે ચિંતા ના કરીશ. આત્મસાક્ષીએ તું નિર્દોષ છે, પછી તારે ચિંતા ના કરવી જોઈએ...’
‘ભગવતી, નગરમાં મારી અપકીર્તિ...'
પ્રવર્તિનીના મુખ પર સ્મિત રમી ગયું! તેઓએ મારા માથે હાથ મૂકીને, તત્ત્વની સાચી વાત કરી; ‘રે આર્યા, શું છઠ્ઠા ગુણસ્થાનકે અપયશ-નામકર્મનો ઉદય હોય ખરો? ના હોય ને? પછી શા માટે ચિંતા કરે છે? તું છઠ્ઠા ગુણસ્થાનકે છે... તારે અપકીર્તિ-નામકર્મનો ઉદય ના પ્રવર્તે!'
સાધ્વીજીના આશ્વાસનથી મારું મન સ્વસ્થ થયું. તેઓએ મને સાવધાન કરી. હવેથી તમારે એ શ્રેષ્ઠીના ઘરે ના જવું. તપ અને સંયમમાં વૃદ્ધિ કરવી. જેથી અશુભ કર્મો જલદી ભોગવાઈ જાય... બાકી હું નથી જાણતી કે આ ઘટના કોનું અનિષ્ટ કરશે? ‘સાધ્વીએ શ્રેષ્ઠીની પત્નીનો હાર ચોર્યો,' જો આ વાત નગરમાં થાય તો જિનશાસનની લઘુતા થાય. શાસનની નિંદા ના થાય તે માટે મોટો પ્રયત્ન કરવો પડશે. નિર્મળ જિનશાસનની કીર્તિની રક્ષા કરવી જ જોઈએ.
આ ઘટના કેવી વિચિત્ર બની કે અજ્ઞાની-અબોધ જીવોને ધર્મમાં અધર્મની ફ઼લ્મના આવે. નૂતન ધાર્મિકોની શ્રદ્ધા હાલી જાય. અજ્ઞાની જીવો તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા તત્પર બને. અબોધિ પામે... સાધુ-સાધ્વીના દોષ જોઈને, દ્વેષ કરતાં થઈ જાય. અને ભવસાગરમાં ડૂબી જાય. બનવાકાળ બન્યું છે...
મેં બંને શ્રાવિકાઓને ઘેર જવાનું બંધ કર્યું. વિશિષ્ટ ધર્મસાધના કરવા માંડી. વિશિષ્ટ તપશ્ચર્યા કરવા માંડી. પરમાત્માના ધ્યાનમાં લીન રહેવા લાગી.
કાન્તિમતીએ શ્રીમતીને કહ્યું: ‘સાધ્વીજીને હારના વિષયમાં કોઈ ખબર પડી હશે... અને રખેને એ હારની ચોરી કરનારને સજા થાય. સંકટ આવે... એમ સમજીને તેઓ ઘેર આવતાં નથી... ધન-દોલતની તૃષ્ણા વિનાનાં અને સંપૂર્ણ અપરિગ્રહી મુનિવર્ગે આમ જ કરવું યોગ્ય છે. સાધ્વીજી પ્રબુદ્ધ છે... ગૃહસ્થના ઘરમાં ભિક્ષાના પ્રયોજન વિના સાધુવર્ગ પ્રવેશ ના કરે, જો પ્રવેશ કરે તો દોષ તો લાગે જ, આ જાણવા છતાં આપણા અતિ આગ્રહથી સાધ્વીજી આપણે ત્યાં આવતાં હતાં. હવે આપણે એમની પાસે જઈએ!
શ્રીમતીએ કહ્યું: ‘તારી વાત સાચી છે. પરિવારના અન્ય લોકો ગમે તે બોલે, સાધ્વીજી હાર લે જ નહીં, મારી તો સંપૂર્ણ શ્રદ્ધા છે કે સાધ્વીજી હારને અડે પણ નહીં.'
સાચી વાત છે. આટલા બધા નિકટના પરિચયથી હું સાધ્વીજીને સારી રીતે જાણું છું... એક તુચ્છ વસ્તુ પણ વસ્તુના માલિકને પૂછ્યા વિના ગ્રહણ કરતાં નથી.’ કાન્તિમતી બોલી.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૦૨૧