________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપhi
બંઘદેવ ધંધાર્થે કોશલપુર ગયો હતો.
ત્યાં નંદશ્રેષ્ઠીની પુત્રી શ્રીમતી સાથે તેણે લગ્ન કર્યા. શ્રીમતીની નાની બહેન કાન્તિમતીના લગ્ન બંધુદેવના નાના ભાઈ સાગર સાથે થયાં. બંને સ્ત્રીઓ પરણીને, તેઓ આ ચંપાનગરીમાં આવ્યા અને સુખેથી જીવવા લાગ્યા.
બંને ભાઈઓ, એમની પત્નીઓ સાથે ઉપાશ્રયમાં જ હતા. બંધુદેવ સાધ્વીજીના મુખે એના દુરાચરણની વાત સાંભળીને, ખૂબ લજિત થયો. સાથે સાથે એને પોતાની ભૂલ પણ સમજાઈ. સવાંગસુંદરી પ્રત્યે થયેલો અન્યાય ક્ષેત્રપાલ-દેવપ્રેરિત હતો... અને એ સર્વાંગસુંદરીના પૂર્વજન્મના પાપકર્મનું ફળ હતું, એ વાત બંધુદેવના ચિત્તમાં સ્પષ્ટ થઈ ગઈ.
કેવળજ્ઞાની સાધ્વીજી ગુણશ્રીએ વાતને આગળ ચલાવી.
થોડા સમય પહેલાં, અમે સહુ સાધ્વીઓ, અમારા ગુરુણી સાથે વિહાર કરતાં કરતાં અહીં ચંપામાં આવ્યાં. હું પૂર્વેની ઘટના બંધુદત સાથેનાં લગ્નનીઝ ભૂલી ગઈ હતી. એક દિવસ ભિક્ષા માટે ફરતાં ફરતાં હું બંધુદેવના ઘરે પહોંચી. એ સમયે બંધુદેવ ઘરમાં નહોતો. તેની પત્ની શ્રીમતી અને એ શ્રીમતીની નાની બહેન કાન્તિમતી ઘરમાં હતી.
પૂર્વજન્મની મારી એ બંને ભાભીઓ હતી. તે બંનેને મારા પર સ્નેહ થયો. તેઓએ મને નિર્દોષ અને ઉત્તમ ભિક્ષા વહોરાવી. તેઓ બંને ઉપાશ્રયે આવી ત્યારે મેં એ બંનેને ધર્મોપદેશ આપ્યો. એ બંનેને ધર્મોપદેશ ગમ્યો. તેમણે કહ્યું : અમને બંનેને વતો આપો, અમારે શ્રાવિકા બનવું છે.” તેમણે વ્રતો લીધાં અને શ્રાવિકા બની. તેમણે મને કહ્યું: “અમારા ઘરે આપ વારંવાર ભિક્ષાર્થે પધારજો. આપના પધારવાથી અમારો પરિવાર ધાર્મિક બનશે!”
મેં આ વાત મારાં ગુરુણીને કહી. તેઓએ મને, તે બે શ્રાવિકાઓના ઘરે જવાની અનુમતિ આપી. હું અવારનવાર જવા લાગી. એ બે શ્રાવિકાઓની મારા પર અપાર ભક્તિ જાગ્રત થઈ.
એ સમયે, એ ભવનના ક્ષેત્રદેવ વાણવ્યંતરે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. મારા પ્રત્યે શ્રીમતી અને કાત્તિમતીનો અતિ પ્રેમ જોઈને દેવને આશ્ચર્ય થયું. દેવે વિચાર્યું “આ શ્રાવિકાઓનું જ્યારે ધન ચોરાય ત્યારે સાધ્વીજી પ્રત્યે કેવો ને કેટલો પ્રેમ રહે છે એ જોઉં!
શ્રી સમરાદિત્ય મહાકથા
૧0૧C
For Private And Personal Use Only