________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સખીએ કહ્યું: “કારણ વિના કાર્ય ના બને. મેં કહ્યું: “મારાં પાપકર્મ કારણભૂત માનો.” હું મારા નિત્ય કર્મમાં પરોવાઈ. મેં રાતની વાત મારાં સાસુ-સસરા વગેરે કોઈને ના કરી.. ચુપચાપ મારું કાર્ય કરતી રહી. બીજા દિવસે સાંજ પૂર્વે બંધુદેવ ઘરમાંથી કોઈને કહ્યા વિના ચાલ્યા ગયા. થોડા દિવસો પછી અચાનક ગજપુરથી મારા પિતાજી ચંપા આવ્યા. તેઓ મને મળ્યા... હું એમના ગળે વળગીને રડી પડી. તેમણે મને ખૂબ આશ્વાસન આપીને કહ્યું : “બેટી, હું તને લેવા જ આવ્યો છું. પેલો દુષ્ટ બંધુદેવ ગજપુર આવેલો છે. મને કહે: “હું વેપાર માટે આવેલો છું.' પણ એ જાણી લીધું કે એના મનમાં તારા પ્રત્યે જરાય પ્રેમ નથી. એટલે તને લેવા આવ્યો. એની સાથે તો અમે બોલવાનો વ્યવહાર નથી રાખ્યો.
મારા પિતાજી સાથે હું ગજપુર પિતૃગૃહે આવી.
મારા મન ઉપર ભારે આઘાત થયો હતો. બંધુદેવ પ્રત્યે મને જરાય રોષ નહોતો જાગ્યો. હું મારાં કર્મોનો જ દોષ જોતી હતી.
મને સાધ્વીજી ચન્દ્રકાન્તાનાં વચનો યાદ આવ્યાં.: “ખરેખર, આ સંસાર જ દુ:ખરૂપ છે. સંસારમાં દુઃખો સુલભ છે.. ચારિત્રધર્મ દુર્લભ છે! જીવન ચંચળ છે... આ ગૃહસ્થાશ્રમ નિરર્થક છે. દુ:ખદાયી છે. માટે માતા પિતાની અનુમતિ લઈ હું દીક્ષા અંગીકાર કરું!'
એ અરસામાં ગજપુરમાં “યશોમતી' નામનાં સાધ્વીજી અનેક સાધ્વીજીઓ સાથે પધાર્યા. મને સમાચાર મળ્યા. ઘણો આનંદ થયો. મેં સાધ્વીજીની પાસે જઈને વંદન કર્યું. તેઓ એક માસ ગજપુરમાં રહેવાનાં હતાં. મને તેઓ ગમી ગયાં.
મેં મારાં માતા-પિતાને મારી ભાવના જણાવી. તેઓએ સંમતી આપી. તેમને પણ મારું હિત ચારિત્રજીવનમાં જ લાગ્યું. મેં સાધ્વીજીને વિનંતી કરી:
હે ભગવતી, મને ચારિત્રધર્મ આપી, આ ભવસાગરથી તારો.” મેં વિધિપૂર્વક ચારિત્ર અંગીકાર કર્યું,
:
૧0૧૮
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only