________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવોને ક્યારેક ક્યારેક આવાં કૌતુક કરવાનું મન થતું હોય છે. જોકે આ તો, પૂર્વજન્મનાં મારી નાની ભાભી ઉપર ચોરીનું કલંક મૂકાવ્યું હતું - એ પાપનો વિપાક થયો હતો. એટલે વાણવ્યંતરદેવને આવો વિચાર આવ્યો હતો.
એક દિવસની વાત છે. હું એ બે શ્રાવિકાઓના ઘરે ગઈ. મારી સાથે અન્ય સાધ્વીઓ પણ હતી. અમે જ્યાં કાત્તિમતી હતી, ત્યાં ગયાં. શયનખંડમાં એ સમયે કાત્તિમતી સાચાં રત્નોનો હાર પરોવતી હતી. તેણે અમને આવેલાં જોયા કે હારને છાબડીમાં મૂકી, એ ઊભી થઈ ગઈ. એણે વિધિપૂર્વક વંદના કરી. અમને બેસવા માટે આસનો આપ્યાં. અમે સહુ સાધ્વીઓ ત્યાં બેઠાં. મેં ધર્મદેશના આપી અને ઉપાશ્રયે જવા તૈયાર થઈ. ત્યાં કાન્તિમતીએ મને કહ્યું: “હે ભગવતી, આજે આપનું પારણું છે અને મારી પાસે પ્રાસુક આહાર છે, તે ગ્રહણ કરી પછી ઉપાશ્રયે પધારો.”
મેં મારી સાથેની સાધ્વીઓને આહાર ગ્રહણ કરવાનું કહ્યું. કાત્તિમતી સાથે સાધ્વીઓ રસોઈઘર તરફ ગઈ. શયનખંડમાં હું એકલી જ હતી. ત્યાં પેલા વાણવ્યંતરદેવે ભીંત પરના મોરના ચિત્રમાં આવતરણ કર્યું મોર જીવતો થયો. ભીંત પરથી નીચે ઊતર્યો. કાન્તિમતીએ જે હારને છાબડીમાં મૂક્યો હતો, તે હાર મોર ગળી ગયો અને પાછો ચિત્રમાં સમાઈ ગયો!
આ દૃશ્ય જોઈને, હું આશ્ચર્યચકિત થઈ ગઈ. “આવું કેવી રીતે બની ગયું? જરૂર હું મારાં ગુરુણીને પૂછીશ...' હું એ ખંડમાંથી બહાર નીકળી ગઈ. મારા હૃદયમાં હારની ગડમથલ ચાલુ હતી. ત્યાં સાધ્વીઓ અને કાન્તિમતી પણ ઘરની બહાર આવ્યા. અમે સહુ ઉપાશ્રયે આવ્યાં.
કાન્તિમતી અમને વળાવીને ઘેર ગઈ. હવે હું અધૂરું કામ પૂરું કરું.” એમ વિચારી, એ શયનખંડમાં ગઈ. હાર પરોવવાનું અધૂરું કામ પૂરું કરવા, તે હારને શોધવા લાગી. “મેં આ છાબડીમાં જ હાર મૂક્યો હતો, એ ક્યાં ગયો?” ઘણો શોધ્યો હારને, પણ ના મળ્યો! ક્યાંથી મળે હાર? એ તો મોર ગળી ગયો હતો!
કાન્તિમતીએ ઘરના માણસોને પૂછ્યું. ઘરના માણસોને કહ્યું: “અહીં સાધ્વીજી સિવાય કોઈ આવ્યું નથી, માટે સાધ્વીજીને પૂછો.'
ત્યારે કાત્તિમતીએ ગુસ્સાથી કહ્યું: ‘તમે કેવી અસંબદ્ધ વાત કરો છો? જેઓને તૃણ અને મણિ-મોતી સમાન છે, માટી અને સોનું સમાન છે, એવા ભગવતી સાધ્વીને હું હાર માટે પૂછું? તેઓના માટે આવો હીન વિચાર ના કરશો.”
કાન્તિમતીના મનમાં મારા માટે કોઈ જ દુર્ભાવ પેદા ના થયો; પરંતુ આ વાત નગરમાં ફેલાઈ. મારા મનમાં ઘણું દુઃખ હતું. મેં પણ પ્રવર્તિની ગુરુણીને બધી જોયેલી વાત કરી. પ્રવર્તિનીએ મને કહ્યું: “વત્સ, કર્મોની પરિણતિ વિચિત્ર હોય છે!
ભાગ-૩ ૪ ભવ સાતમો
100
For Private And Personal Use Only