________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક બાજુ જ્યોતિષીને બોલાવી, મારાં લગ્નનો શુભ દિન જોવા કહ્યું, બીજી બાજુ બંધુદેવને બોલાવીને વાત કરી દીધી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કુમાર, સ્વદેશ જવાનું બીજું મુહૂર્ત જોવડાવીશું. પહેલાં તો શુભ મુહૂર્તે સર્વાંગસુંદરી સાથે તારાં લગ્ન કરવાનાં છે...’
બંધુદેવે કહ્યું: ‘આપ મારું હિત જ વિચારો છો. મારા સુખ માટે જ વિચારો છો. આપની દરેક આજ્ઞા શિરોધાર્ય છે.’ બોલવામાં બંધુદેવની તોલે કોઈ ના આવે! એટલું મધુર અને તર્કયુક્ત એ બોલતો હતો! એના હૃદયનો તાગ પામી શકે એવું કોઈ હતું નહીં.
વૈશાખ સુદ દશમના શુભ દિવસે ખૂબ જ ધૂમધામ સાથે બંધુદેવ સાથે મારાં લગ્ન થઈ ગયાં.
*દીન-અનાથજનોને દાન આપવામાં આવ્યું.
* નગરનાં બધાં જ મંદિરોમાં ઉત્સવ રચાવ્યા.
* અમને બંનેને સ્વજનો, પરિજનો, મિત્રો તરફથી ખૂબ મૂલ્યવાન ભેટો મળી. અમે થોડાં દિવસ ગજપુરમાં રહ્યાં. પછી શુભ દિવસે અમને ચંપાનગરીએ જવા અનુજ્ઞા આપવામાં આવી.
અમારો સાર્થ મોટો હતો.
અમે લગભગ બે મહિને ચંપાનગરીમાં પહોંચ્યાં.
અમારું સ્વાગત કરવા સારો એવો જનસમુદાય સામે આવ્યો હતો. અમે ઘેર પહોંચ્યાં. ઘરના દ્વાર પાસે જ શ્રેષ્ઠી પુણ્યદત્ત અને શેઠાણી સંપદા ઊભાં હતાં. બંધુદેવે પિતાના ચરણોમાં પ્રણામ કર્યાં. મેં મારી સાસુ સંપદાનાં ચરણોમાં પ્રણામ કર્યાં, સાસુએ મને છાતીએ ચાંપી દીધી. મારું મુખ જોઈને, એ રાજી રાજી થઈ ગઈ. એણે પુણ્યદત્તને કહ્યું: ‘મારો પુત્ર સ્વર્ગની અપ્સરા લઈ આવ્યો છે...!'
બસ, પછી તો મારાં ખૂબ માન-સન્માન થવા લાગ્યાં, સામાજિક રીતિરિવાજો કરવામાં આવ્યા. શયનખંડની ભવ્ય સજાવટ થવા લાગી. શયનખંડમાં સોનાના મંગળ દીપકો પ્રગટાવવામાં આવ્યા. શયનખંડની ભૂમિ પર પુષ્પો પાથરવામાં આવ્યાં. સુંદર શય્યા રચવામાં આવી. સુગંધી પુષ્પમાળાઓ ભીંતો ૫૨ લટકાવવામાં આવી. ચારે ખૂણામાં સુગંધી ધૂપ પ્રગટાવવામાં આવ્યો.
હું પલંગ પર બેઠી હતી.
ત્યાં બંધુદેવે શયનખંડમાં પ્રવેશ કર્યો.
હું ઊભી થઈ ગઈ અને શયનખંડની એક બારી પાસે જઈને ઊભી રહી. બારીની બહાર માથું કાઢીને, હું શેરીનાં પંક્તિબદ્ધ મકાનોની શોભા જોતી હતી... ત્યાં
૧૦૧૩
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only