________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વાંગસુંદરી જોઈતી હતી. તેની ઉદારતાની અને સદાચારોની નગરમાં પ્રશંસા થવા લાગી. સાધુપુરુષો પણ એની પ્રશંસા કરવા લાગ્યા. એના બધા જ સમાચાર, માણસો દ્વારા પિતાજીને મળતા હતા.
ત્રણ મહિના પછી, એક દિવસ અચાનક બંધુદેવ અમારા ઘેર આવી ગયો. પિતાજીએ એનું સ્વાગત કર્યું: “હે પિતાતુલ્ય શ્રેષ્ઠીવર્ય, તમારી કૃપાથી મને જિનોક્ત ધર્મની પ્રાપ્તિ થઈ, તેથી તમે મારા પરલોક-બંધુ છો... દેવ છો અને ગુરુ છો! ખરેખર, તમને હું કંઈ ઉપમા આપું? તમે મારા પર કરેલા ઉપકારનો બદલો વાળી શકીશ નહીં. હે પિતાજી, મેં ભવસ્વરૂપ જાણ્યું છે. સંસારની અસારતા સમજી છે. હવે મને કન્યાનું પણ બહુ પ્રયોજન નથી. હવે હું સ્વદેશ જઈશ. છેલ્લે છેલ્લે આપને મળવા આવ્યો છું. જિનશાસનના અનુરાગથી મારી સાથે વ્યાપારી સંબંધો ટકાવી રાખજો.... કદાચ ધર્મમાં ઢીલો પડું અને આપને સમાચાર મળે, તો મને દઢ કરજો. મને યોગ્ય કાર્યો કરવાની પ્રેરણા કરતા રહેજો. હું તમારી પોતાના કુટુંબી છું, એમ સમજી મારા પર વાત્સલ્યભાવ રાખજો.” એમ કહી એ મારા પિતાજીના ચરણે. પડ્યો.
બંધુદેવના નમ્રતાપૂર્ણ અને મધુર વચનોએ મારા મનને તો હરી લીધું જ, મારી માતા અને મારા પિતાજી પણ એના તરફ પ્રેમભાવવાળાં બન્યાં. તેમણે મનોમન નક્કી કરી લીધું- “સર્વાંગસુંદરીના લગ્ન આની સાથે જ કરવાં!'
મારા પિતાજીએ કહ્યું: “હે વત્સ, ત્રણ લોકમાં દુર્લભ એવો જૈન ધર્મ પામીને, તું ખરેખર ધન્ય બન્યો છે. તેં પરમાર્થની પ્રાપ્તિ કરી છે, વત્સ, આ લોકોત્તર ધર્મમાં હવે તું સ્થિર રહેજે. હું તને આવતી કાલે પાછો મળીશ...'
બંધુદેવે કહ્યું: “આવતી કાલે હું જ તમને મળવા આવીશ... કારણ કે કાલે જ વિજય મુહૂર્ત'મારે અહીંથી પ્રયાણ કરવાનું છે.”
બંધુદેવ ગયો.
મારા પિતાજીએ અમારા પરિવારના સહુ સ્વજનોને ભેગા ક્યાં અને મારાં લગ્ન બંધુદેવ સાથે કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. પિતાજીએ કહ્યું: “સર્વાંગસુંદરી માટે મને તો બધી વાતે બંધુદેવ સુયોગ્ય વર લાગે છે. માટે હવે તમે કહો તેમ કરીએ!”
સ્વજનોએ કહ્યું: ‘જેમ આપને યોગ્ય લાગે તેમ કરો. સાર્થવાહપુત્ર બંધુદેવ સુંદર છે. અમને પણ એના તરફ સન્માન છે.' પિતાજી રાજી થયા. મારી માતા પણ રાજી થઈ. મારા આનંદની કોઈ અવધિ ન હતી.
પિતાજીએ સર્વ સ્વજનોનો ભોજનથી સત્કાર કર્યો અને સહુ સ્વજનો મારા ભાગ્યની પ્રશંસા કરતા પોતપોતાના સ્થાને ગયા.
પિતાજીએ મારી માતા સાથે પરામર્શ કર્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૧પ
For Private And Personal Use Only