________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yિ૧પ૧n
દેવલોકનું અસંખ્ય વર્ધાનું આયુષ્ય ભોગવ્યું. અપરંપાર દેવી સુખો ભોગવ્યાં. મારા બે ભાઈઓનું આયુષ્યકર્મ પહેલાં પૂર્ણ થયું. તેઓનો જન્મ ચંપાનગરીમાં શ્રેષ્ઠી પુણ્યદત્તના ઘરમાં, શેઠાણી સંપદાની કુક્ષિએ થયો. એકનું નામ બંધુદેવ અને બીજાનું નામ સાગર પાડવામાં આવ્યું.
ઉપાશ્રયમાં ઉપસ્થિત બંધુદેવ અને સાગરે એકબીજા સામે જોયું. પોતાનો પૂર્વભવ જાણીને, બંને આશ્ચર્યચકિત બન્યા હતા. સાધ્વીજીએ ભૂતકાળની વાતોનું અનુસંધાન કરતા કહ્યું. દેવલોકમાં મારું આયુષ્ય પૂર્ણ થયું.
મારો જન્મ ગજપુરમાં શંખશ્રેષ્ઠીની પત્ની શુભકાન્તાની કૂખે થયો. હું પુત્રી હતી. મારું નામ સર્વાંગસુંદરી રાખવામાં આવ્યું.
મારી બે ભાભીઓ કે જે દેવોલકમાં હતી, એમનું પણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. તેઓ કૌશલપુરમાં નંદનબ્રેષ્ઠીની પત્ની દેવિલાની કુક્ષિએ પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. એકનું નામ “શ્રીમતી' અને બીજીનું નામ “કાન્તિમતી' પાડવામાં આવ્યું.
કેટલાંક વર્ષો પસાર થઈ ગયાં. અમે સહુ યૌવનમાં પ્રવેશ્યા હતાં. અમે પાંચે જણ સુખમાં હતાં.
એક દિવસની વાત છે.
હું હંમેશાં ફરવા માટે બહાર “લીલાવન' નામના ઉદ્યાનમાં જતી હતી, ત્યાં ચંપાનગરીથી આવેલા બંધુદેવે મને જોઈ. એ મારા પર મોહિત થયો. મારી સાથે એણે વાત ના કરી, પરંતુ એના પરિચિત કોઈ ‘વર્ધન નામના નોકરને પૂછ્યું: હમણાં આ રસ્તેથી પસાર થઈ, તે કન્યા કોની છે?' વર્ધને કહ્યું: ‘શ્રેષ્ઠી શંખની પુત્રી સવાંગસુંદરી છે.'
બંધુદેવ મારા રૂપમાં મોહિત થયેલો હતો. હજુ સુધી એનાં લગ્ન થયેલાં ન હતાં. ધનવાન પિતાનો પુત્ર હતો. તેણે વિચાર્યું: ‘આ કન્યા સાથે લગ્ન કરું તો મારા મનોરથ પૂર્ણ થાય.”
બંધુદેવ મારા પિતાજી પાસે આવ્યો. મારા પિતાજીએ એનું ઉચિત સ્વાગત કરીને પૂછયું: કહો સાર્થવાહપુત્ર, મારું ઘર પાવન કરવાનું કોઈ પ્રયોજન?' “હે શ્રેષ્ઠીરત્ન, વિશિષ્ટ પ્રયોજનથી જ આવ્યો છું...”
નિસંકોચ કહો પ્રયોજન!' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૧૩
For Private And Personal Use Only