________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ચંપાનગરીના પુણ્યદત્ત શ્રેષ્ઠીનો પુત્ર છું. મારું નામ બંધુદેવ છે. હું વેપાર અર્થે અહીં આવેલો છું. મેં માર્ગમાં જતી તમારી સુલક્ષણા પુત્રીને જોઈ. હું તેના તરફ મોહિત થયો છું. મારે તમારી પુત્રી સાથે લગ્ન કરવાં છે..”
બંધુદેવે બધી જ વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દીધી. મેં અને મારી માતાએ બાજુના ખંડમાં ઊભાં ઊભાં સાંભળી.
મને પણ બંધુદેવ ગમી ગયો હતો. હજુ હું કોઈ વિચાર કરું, ત્યાં તો મારા પિતાજીનો અવાજ સંભળાયો.
કુમાર, તમે મારી પુત્રી માટે સર્વથા યોગ્ય છો. પરંતુ તમે સમાન ધર્મવાળા નથી. મારી પ્રતિજ્ઞા છે કે સમાન ધર્મવાળા પરિવારમાં મારે મારી પુત્રીને પરણાવવી.”
બંધુદેવે બે ક્ષણ વિચાર કરીને કહ્યું: “તો મને તમારો સાધર્મિક બનાવો! તમે જે જૈનધર્મ પાળો છો, હું પણ એ જૈનધર્મ પાળીશ. મને વાંધો નથી.'
મારી સાથે લગ્ન કરવા, તે પોતાનો ધર્મ છોડીને, અમારો જૈન ધર્મ સ્વીકારી લેવા તૈયાર થયો. મારો એના પ્રત્યેનો પ્રેમ હજારગણો વધી ગયો.
મારા પિતાએ તેને કહ્યું: “અહીં ઉપાશ્રયમાં જ્ઞાની સાધુપુરુષો છે. તમે એમની પાસે જાઓ અને જિનપ્રણિત ધર્મનું શ્રવણ કરો, સમજો અને વિચારો કે તમે આ ધર્મનું પાલન કરી શકશો કે કેમ? આ ધર્મ સરળ નથી. માટે પહેલાં તમે સમજો.'
બંધુદેવે કહ્યું: ‘ભલે હું આજે જ ઉપાશ્રયે જઈશ. ત્યાં રહેલા સાધુપુરુષો પાસેથી જૈન ધર્મ સાંભળીશ.'
પિતાજીએ આગ્રહ કરીને, બંધુદેવને જમાડવો. ફરી આવવા આમંત્રણ આપ્યું. બંધુદેવ ગયો.
પિતાજીના મુખમાંથી શબ્દો સર્યા: “છોકરો તો સારો છે. મારી માતા પણ બોલી મને પણ છોકરો ગમ્યો!
“ઘર પણ મોટું ખાનદાન ગણાય છે, ચંપાનગરીમાં...” પિતાએ ખાનદાનીની દૃષ્ટિએ પણ વિચારી લીધું હતું.
પિતાજીએ ત્યાર પછી પોતાના વિશ્વાસપાત્ર બે પુરુષોને બંધુદેવની પાછળ લગાડી દીધા હતાં. એ બંધુદેવની સાચી ઓળખાણ મેળવવા ઈચ્છતા હતાં. તેના આંતરબાહ્ય આચારો જાણવા માગતાં હતાં.
બંધુદેવ ઉપાશ્રયમાં જઈ ધર્મોપદેશ સાંભળવા લાગ્યો. * ગરીબોને દાન દેવા લાગ્યો. છે નાનાં-મોટાંવત-નિયમોનું પાલન કરવા લાગ્યો. - સાધુઓની સેવા-ભક્તિ કરવા લાગ્યો. પરંતુ આ બધું જ તે કરવા લાગ્યો... ભાવ વિના! એને ગમે તેમ કરીને, ૧0૧૪
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only