________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્ય વાયુના તરંગ જેવું ચંચલ છે. જીવન વીજળીના ઝબકારા જેવું છે. પ્રિયજનોના સંબંધો વિયોગવાળા છે. સંપત્તિ સાથે વિપત્તિ જોડાયેલી છે. માટે સંપત્તિ ઉપર મમત્વ ના રાખો. સંબંધોમાં મૂંઝા નહીં. જીવનનો મોહ ત્યાગો.
ભોગવી લીધાં તમે સંસારનાં સુખ. હવે આત્માનું સુખ ભોગવવા માટે તત્પર બનો. કર્મોનાં બંધનો તોડવા કટિબદ્ધ બનો. તે માટે તમારે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવી જોઈએ.”
મેં [ગુણથી] કહ્યું: “હે ભગવતી, મને સર્વ વિરતિમય ચારિત્રધર્મ આપીને ભવસાગરથી
તારો.”
મારી વાત સાંભળીને, મારા પર અગાધ સ્નેહ રાખનારા મારા બે ભાઈઓ ધનપતિ અને ધનાવહ ઊભા થયા. તેમણે કહ્યું: “હે ભગવતી, અમે પણ આ સંસાર પ્રત્યે વિરક્ત થયા છીએ. અમને પણ ચારિત્રધર્મ આપવા કૃપા કરો.'
મારી બંને ભાભીઓ ઊભી થઈ અને વિનયપૂર્વક બોલી: “હે ભગવતી, અમારે પણ એ જ માર્ગ લેવો છે, જે માર્ગ અમારા પતિદેવો લે છે.'
ભાઈ-ભાભીઓનો શુભ સંકલ્પ સાંભળીને, હું અત્યંત ગદ્દગદ થઈ ગઈ. મને અપૂર્વ હર્ષ થયો. સાધ્વીજીએ કહ્યું: “હે મહાનુભાવો, શુભ કાર્યમાં વિલંબ ના કરવો જોઈએ.
અમે ભવ્ય મહોત્સવનાં મંડાણ કર્યા. સ્વજનોને ભેગાં કરી, પ્રીતિભોજન આપ્યું અને અમારી ભાવના વ્યક્ત કરી. સ્વજનોએ અનુમોદન કર્યું.
અમે અમારી અઢળક સંપત્તિનું ગરીબોને, દીન અને અનાથોને દાન આપવાનું શરૂ કર્યું.
ત્યાં અમારા નગરમાં વિશિષ્ટ જ્ઞાની પુરુષદત્ત' નામના આચાર્ય ભગવંત પધાર્યા. જાણે કે મારા બે ભાઈઓનું ભાગ્યે જ તેમને લઈ આવ્યું હતું.
બે ભાઈઓએ આચાર્યદેવની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું.
મેં અને મારી બે ભાભીઓએ સાધ્વીજીની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર પાળીને, આયુષ્ય પૂર્ણ થતાં અમે પાંચે દેવલોકમાં ગયાં.
૧018
ભાગ-૩ ભવ સાતમો
For Private And Personal Use Only