________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું કૃત્રિમ રીતે હસી પડી... અને ભાઈના માથે હાથ મૂકીને હસતાં હસતાં બોલી ઇં ટખરી છે તારી પંડિતાઈ અને ખરી છે તારી વિચારશક્તિ! અરે મારા ભાઈ, મેં તો તેને, ભગવાને આ બહુ દોષવાની વાત કહી છે, એમ ઉપદેશ આપ્યો હતો. મેં
એનો એવો કોઈ દોષ જોયો નથી અને એવો દોષ દૂર કરવાનો ઉપદેશ આપ્યો નથી. ભાઈ, મારી વાત સાંભળીને, મારી પાસે ખુલાસો કર્યા વિના આવી રીતે નિર્દોષ અને ગુણિયલ સ્ત્રી ઉપર ગુસ્સો કરાય ખરો? મારી ભાભી તો આપણા પરિવારની શોભા છે. પતિવ્રતા સન્નારી છે.” ભાઈ ધનપતિ મારી વાત સાંભળીને, શરમાઈ ગયો, મારી ભાભી નિશ્ચિત અને નિર્ભય બની ગઈ. ભાઈએ મને કહ્યું:
ખરેખર બહેન, મેં અવિચારી કામ કર્યું. તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. તેણે ધનશ્રીને પ્રસન્ન કરી.
મેં વિચાર્યું: “ધનપતિને મારા પર પૂર્ણ વિશ્વાસ છે. કાળાને હું ધોળું કહું તો એ ધોળું માનનારો છે. હવે હું ધનાવહની પરીક્ષા કરી જોઉં! એનો મારા પર કેવો વિશ્વાસ છે, એ મારે જાણવું જોઈએ.
૦ ૦ ૦ ભાભી, વધારે તો તમને શું કહેવું? પરંતુ આપણો હાથ બરાબર સાચવવો. ચોખ્ખો રાખવો.” ધનાવહની પત્ની સૌભાગ્યશ્રીને ઉપદેશ આપ્યો. એવી રીતે ઉપદેશ આપ્યો કે ધનાવહ સાંભળ! એણે સાંભળ્યો. એ પોતાના શયનખંડમાં ગયો. એની પાછળ એની પત્ની સૌભાગ્યશ્રી પણ ગઈ.
ભાઈએ વિચાર્યું “જરૂર મારી સ્ત્રીએ ચોરી કરી લાગે છે. ચોરીથી એણે એના હાથ કાળા કર્યા લાગે છે, માટે જ બહેને એને હાથ ચોખ્ખા રાખવાનો ઉપદેશ આપ્યો છે. મારે આવી સ્ત્રી ના જોઈએ.” ધનાવહનો પત્ની ઉપરનો મોહ ઊતરી ગયો.
જ્યારે સૌભાગ્યશ્રી પલંગ પર જઈને બેઠી, ધનાવહે તેને ધુત્કારી કાઢી. સૌભાગ્યશ્રીને આશ્ચર્ય થયું. એને સમજાયું નહીં કે ક્યારેય પણ નહીં ને આજે મારા પતિ મારો તિરસ્કાર કેમ કરે છે? તેણે ધનાવહને પૂછ્યું પણ ખરું કે પહેલાં મને મારો અપરાધ બતાવો, પછી જે સજા કરવી હોય તે કરજો.”
ધનાવહ તાડૂકી ઊઠ્યો: “તું મારી સાથે વાત ના કર. તું મારું ઘર છોડીને ચાલી જા. હું તારી સાથે વાત કરવા નથી ઈચ્છતો.”
સૌભાગ્યશ્રી મૌન થઈ ગઈ. એનું હૃદય વ્યથા-વેદનાથી ભરાઈ ગયું. તે જમીન પર બેસી ગઈ. રાતભર તે જાગતી રહી. તેણે વિચાર્યું કે “સવારે બહેનને વાત કરીશ. તેઓ માર્ગદર્શન આપશે તેમ કરીશ, મારો કોઈ ગુનો નથી, કોઈ ભૂલ નથી, છતાં
900
ભાગ-૩ ભવ સાતમો
For Private And Personal Use Only