________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ રીતે કહ્યું: “ભાભી, બહુ કહેવાથી શું? સાડી સાચવવી જોઈએ, અર્થાતું આપણા શીલનું બરાબર રક્ષણ થવું જોઈએ.” ભાભીએ સહજ ભાવે કહ્યું: “બહેન, તમારી વાત સાચી છે.” એમ કહીને એણે પણ શયનખંડમાં પ્રવેશ કર્યો. ધનપતિના કાને મારા શબ્દો પડ્યા જ હતા. તેણે વિચાર્યું
મારી પત્ની ધનશ્રી દુરાચારિણી હોવી જોઈએ, નહીંતર મારી બહેનને શીલ સાચવવાનો ઉપદેશ શા માટે આપવો પડે? બહેને જરૂર મારી પત્નીનું દુરાચરણ જોયું હશે. ખેર, એનાં જેવાં કર્મ... પરંતુ એની સાથે હવે હું પ્રેમ નહીં કરું. મારા મનમાંથી એના પ્રત્યેનો પ્રેમ સુકાઈ ગયો છે.' આમ વિચારતાં એણે ઊંઘી જવાનો ડોળ કર્યો. ધનશ્રી ધનપતિના પગ દબાવતી હતી. તેણે દીપકમાં ઘી પૂર્યું અને સૂવાની તૈયારી કરી, ત્યાં ધનપતિએ કહ્યું: “તારે અહીં મારી પાસે સૂવાનું નથી.'
ધનશ્રી સમજી કે “મારા પતિ મારી મશ્કરી કરે છે.” તેણે ધનપતિની આજ્ઞા ઉપર લક્ષ ના આપ્યું અને તે ધનપતિના પલંગમાં સૂઈ ગઈ. જેવી એ પલંગમાં સૂતી કે તરત જ ધનપતિ પલંગમાંથી નીચે ઊતરી ગયો.
ધનશ્રી પલંગમાં બેસી ગઈ. તે વિચારવા લાગી: “શા માટે તેઓ મારા પર ક્રોધ કરે છે? મારો કોઈ અપરાધ થયો છે?” તે સવારથી સાંજ સુધીની પોતાની પ્રવૃત્તિ યાદ કરી ગઈ. એને એક પણ અપરાધ જડ્યો નહીં. તેનું મોટું પડી ગયું. તે પલંગમાંથી નીચે ઊતરી. તેણે ધનપતિના બે હાથ પકડીને પૂછયું:
હે આર્યપુત્ર, આમ કેમ બોલો છો? શી વાત છે?'
કંઈ નહીં, તારે મારા ઘરમાં રહેવાનું નથી. તારે ચાલ્યા જવાનું છે – જ્યાં જવું હોય ત્યાં.” ધનપતિએ ધનશ્રીને તિરસ્કાર કર્યો અને પલંગમાં પડ્યો. થોડીવારમાં ધનપતિ ઊંઘી ગયો.
ધનશ્રી રાતભર એક તકિયા પર બેસી રહી. તેનું ચિત્ત શોકાકુલ બની ગયું, તેને પોતાના જીવન પ્રત્યે ધિક્કાર છૂટ્યો. તેણે વિચાર્યું: “મારા નિમિત્તે મારા પતિને ઉદ્વેગ થતો હોય તો મારા જીવનનો કોઈ અર્થ નથી. મારે મરી જવું જોઈએ. આપઘાત કરીને મરી જવું જોઈએ. પરંતુ એમ કરવાથી સમાજના, દુનિયાના લોકો મારા પતિની નિંદા કરશે. ધનપતિએ જ ધનશ્રીને મારી નાખી. મારા પતિનો અવર્ણવાદ થશે... કેમ ધનશ્રીને મારી નાખી હશે? લોકો શંકા-કુશંકાઓ કરશે... તો પછી મારે શું કરવું જોઈએ? મને સમજાતું નથી... તો શું હું મારા પિતૃગૃહે ચાલી જાઉં? તેથી મારા મનનું સમાધાન નહીં થાય. મારું દુઃખ દૂર નહીં થાય... શું કરું? પ્રભાતે મારી નણંદને પૂછી જોઈશ? એનો મારા પર સ્નેહ છે. એ જેમ મને કહેશે તેમ કરીશ! એ ધર્માત્મા છે, જ્ઞાની છે. એ મને સાચો માર્ગ બતાવશે. ૧૦0૮
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only